Kia Sonetની તસવીરો આવી સામે, જુઓ નવી SUVની ઝલક

PC: twimg.com

કિઆ મોર્ટસ ઈન્ડિયાએ પોતાની આવનારી સબ કોમ્પેક્ટ SUV Kia Sonetની ઓફિશ્યસ સ્કેચ તસવીરો જાહેર કરી દીધી છે. આ સ્કેચ તસવીરોથી Kia Sonetના એક્સટિરીયર અને ઈન્ટીરિયરની ઝલક જોઇ શકાય છે. 7 ઓગસ્ટના રોજ Kia Sonet રજૂ કરવામાં આવશે. કંપનીનું કહેવું છે કે, આ નવી SUV શાનદાર ડિઝાઇન અને ઘણાં ફર્સ્ટ ઈન સેગમેન્ટ ફીચર્સની સાથે આવશે. Kia Sonetના ફ્રંટમાં કિઆની સિગ્નેચર ટાઈગર નોઝ ગ્રિલ, LED DRL, LED હેડ લેમ્પ અને સ્પોર્ટી બંપર મળશે. નવી તસવીરોમાં અહીં બ્લેક સનરૂફ, સિલ્વર રૂફ રેલ્સ, અલૉય વ્હીલની સાથે ભારી ભરકમ વ્હીલ આર્ચ, LED ટેઇલ લેમ્પ, ટેલલેમ્પને કનેક્ટ કરનારી LED સ્ટોપ લાઇટ સ્ટ્રિપ અને મોટા સિલ્વર ફોક્સ સ્કિડ પ્લેટની સાથે છે.

Kia Sonetમાં UVO કનેક્ટેડ કાર ટેક્નોલોજીની સાથે 10.25 ઈંચનું HD ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. જે આ સેગમેન્ટની કોઇપણ કારમાં પહેલીવાર આપવામાં આવ્યું છે. ડેશબોર્ડ માટે હાઇ ક્વોલિટી મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં 3 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, મોટા સિલ્વર બેઝલ્સની સાથે વર્ટિકલ એયર કોન વેન્ટ્સ અને ગિયર લીવરની સાથે ચાર વધુ સિલ્વર બેઝલ આપવામાં આવ્યા છે.

ફીચર્સ

Kiaની આ નાની સબકોમ્પેક્ટ SUV Sonetમાં બોઝ સાઉન્ટ સિસ્ટમ, વાયરલેસ ચાર્જિંગ, સનરૂફ, એરપ્યોરિફાયર, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, રિયર એસી વેન્ટ્સ, પુશ બટન સ્ટાર્ટ અપ અને 360 ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ મળવાની આશા છે. આ ઉપરાંત Kia Sonetમાં 6 એરબેગ્સ સહિત ઘણાં શાનદાર ફીચર્સ મળશે.

એન્જિન

કિઆ મોટર્સે હજુ સુધી સોનેટના એન્જિન ઓપ્શનની જાણકારી શેર કરી નથી. આશા છે કે, તેનું એન્જિન હ્યૂંદૈની વેન્યૂ SUVથી લેવામાં આવશે. જેમાં 1.2 લીટર નેચરલ એસ્પરેટેડ પેટ્રોલ, 1.5 લીટર ડીઝલ અને 1.0 લીટર GDi ટર્બો પેટ્રોલ એન્જિન સામેલ છે. SUVમાં 6 સ્પીડ મેન્યુઅલ, 7 સ્પીડ DCT ઓટોમેટિક અને ક્લચ લેસ IMT ગિયરબોક્સ ઓપ્શન મળશે.

લોન્ચિંગ અને કિંમત

કિઆ મોટર્સની આ નવી SUV Kia Sonet 7 ઓગસ્ટના રોજ અનવીલ કરવામાં આવશે. જ્યારે તેનું લોન્ચિંગ સપ્ટેમ્બર માં થવાની આશા છે. Kia Sonetની કિંમત 7-12 લાખની વચ્ચે રાખવામાં આવી શકે છે. માર્કેટમાં તેની ટક્કર મારુતિ બ્રેઝા, ટાટા નેક્સૉન, હ્યૂંદૈ વેન્યૂ અને મહિન્દ્રા XUV300 જેવી કારો સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp