Hyundai Venueની ટક્કરમાં Kia લાવી રહી છે નવી SUV, ટીઝર રીલિઝ

PC: listcarbrands.com

કિઆ મોટર્સ ઈન્ડિયા તેની નવી SUV ઓટો એક્સપો 2020માં રજૂ કરશે. ભારતમાં આ કાર ફેસ્ટિવલ સીઝન દરમિયાન લોન્ચ થઈ શકે છે. આ કારની કિઆની ભારતમાં સૌથી નાની SUV રહેશે. આ કારની લેંથ 4 મીટરથી ઓછી છે. ભારતમાં આ કારની ટક્કર Hyundai Venue સાથે થશે. તેના સિવાય આ કાર બ્રિઝા, ઈકોસ્પોર્ટ જેવી કારોને ટક્કર આપી શકે છે.

કિઆની આ નવી કારમાં Hyundai Venue જેવું 1.0 લીટરનું ટર્બોચાર્જ એન્જિન આપવામામ આવ્યું છે. 1.5 લીટર ડિઝલ એન્જિન મળવાની પણ આશા છે. બંને એન્જિનની સાથે મેન્યુઅલ અન ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન પણ છે.

આ કારનું કેબિન વધારે પ્રિમિયમ થવાની આશા છે. કહેવામાં આવ્યું છે કે, તેમાં પાછળની સીટ પર વચ્ચે બેસવા માટે પેસેન્જર માટે એડજેસ્ટેબલ હેડરેસ્ટ અને UVO કનેક્ટિવિટી ઓપ્શન સહિત લેટેસ્ટ સેફ્ટી અને કમ્ફર્ટ ફીચર પણ આપવામાં આવ્યા છે.

કિઆ કાર્નિવલ પણ લોન્ચ થવાની છેઃ

Kia મોટર્સ કાર્નિવલ MPV ને ભારત લાવવાની તૈયારી કરી રહી છે. તે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં ઓટો એક્સ્પોમાં લોન્ચ થવાની સંભાવના છે. દક્ષિણ કોરિયન કંપની Kiaએ આ મલ્ટી પર્પઝ વ્હિકલ (MPV) ને 2018 ઓટો એક્સ્પોમાં રજૂ કરી હતી. ભારતીય બજારમાં આ MPV ટોયોટા ઇનોવા ક્રિસ્ટા સાથે સ્પર્ધા કરશે.

Kiaના આ નવા MPV વિશે 5 મોટી વાતો જણાવીએ. Kia કાર્નિવલમાં બીજી લાઇન માટે પાવર સ્લાઇડિંગ દરવાજા છે, જેનાથી તે થોડી મીનીન વાન જેવી લાગે છે. તેના આગળના ભાગ પર Kiaની સિગ્નેચર ગ્રિલ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાયેલા કાર્નિવલનો દેખાવ તદ્દન વૈભવી અને પ્રીમિયમ છે. ભારતીય બજારમાં આગામી કાર્નિવલની ડિઝાઇનમાં કેટલાક ફેરફાર કરવામાં આવશે.

Image result for kia carnival

સલામતી માટે, તેમાં 4-એરબેગ્સ, EBD સાથે ABS, બ્રેક , ઇલેક્ટ્રોનિક સ્થિરતા નિયંત્રણ, હિલ-સ્ટાર્ટ સહાય, ટ્રેક્શન નિયંત્રણ અને ટાયર-પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ મળશે. Kia કાર્નિવલની કિંમત 24-30 લાખ રૂપિયાની વચ્ચે રહેશે. બજારમાં તેની સીધી સ્પર્ધા ટોયોટા ઇનોવાથી થશે. જો કે, તે ઇનોવાનો પ્રીમિયમ વિકલ્પ હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp