KTMની બાઈક્સની કિંમતમાં થયો વધારો, 9 બાઈક્સની કિંમત આટલા રૂપિયા વધી

PC: media.zigcdn.com

KTMના ગ્રાહકો માટે માઠા સમાચાર છે. કંપની તેની દરેક બાઈક્સની કિંમતોમાં વધારો કરી દીધો છે. કંપનીએ તેની સંપૂર્ણ લાઇનઅપમાં 1792 રૂપિયાથી લઇ 8812 રૂપિયા સુધીનો વધારો કર્યો છે. એવામાં જાણો કંપનીની દરેક બાઈક્સની કિંમતો વિશે.

ભાવ વધારો અને નવી કિંમત

KTM 125 Dukeની નવી કિંમત 1,60,319 રૂપિયા છે. તો જૂની કિંમત 1,51,507 રૂપિયા હતી. આ બંને બાઇક્સની વચ્ચે 8,812 રૂપિયાનો તફાવત આવ્યો છે.

KTM 200 Dukeની નવી કિંમત 1,83,328 રૂપિયા છે. તો જૂની કિંમત 1,81,526 રૂપિયા હતી. આ બંને બાઇક્સની વચ્ચે 1,792 રૂપિયાનો તફાવત આવ્યો છે.

KTM 250 Dukeની નવી કિંમત 2,21,632 રૂપિયા છે. તો જૂની કિંમત 2,17,402 રૂપિયા હતી. આ બંને બાઇક્સની વચ્ચે 4,230 રૂપિયાનો તફાવત આવ્યો છે.

KTM 390 Dukeની નવી કિંમત 2,75,925 રૂપિયા છે. તો જૂની કિંમત 2,70,554 રૂપિયા હતી. આ બંને બાઇક્સની વચ્ચે 5,371 રૂપિયાનો તફાવત આવ્યો છે.

KTM RC 125ની નવી કિંમત 1,70,214 રૂપિયા છે. તો જૂની કિંમત 1,62,566 રૂપિયા હતી. આ બંને બાઇક્સની વચ્ચે 7,648 રૂપિયાનો તફાવત આવ્યો છે.

KTM RC 200ની નવી કિંમત 2,06,112 રૂપિયા છે. તો જૂની કિંમત 2,04,096 રૂપિયા હતી. આ બંને બાઇક્સની વચ્ચે 2,016 રૂપિયાનો તફાવત આવ્યો છે.

KTM RC 390ની નવી કિંમત 2,65,897 રૂપિયા છે. તો જૂની કિંમત2,60,723 રૂપિયા હતી. આ બંને બાઇક્સની વચ્ચે 5,174 રૂપિયાનો તફાવત આવ્યો છે.

KTM 250 Adventureની નવી કિંમત 2,54,483 રૂપિયા છે. તો જૂની કિંમત 2,51,923 રૂપિયા  હતી. આ બંને બાઇક્સની વચ્ચે 2,560 રૂપિયાનો તફાવત આવ્યો છે.

KTM 390 Adventureની નવી કિંમત 3,16,601 રૂપિયા છે. તો જૂની કિંમત 3,10,365 રૂપિયા હતી. આ બંને બાઇક્સની વચ્ચે 6,236 રૂપિયાનો તફાવત આવ્યો છે.

જણાવી દઇએ કે, KTM 200 Dukeની કિંમતમાં સૌથી ઓછો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ બાઈક પહેલાની સરખામણીમાં 1792 રૂપિયા મોંઘી થઇ છે. તેની નવી કિંમત 1.83 લાખ રૂપિયા છે.

KTM 125 Dukeની કિંમતોમાં પણ સૌથી મોટો વધારો થયો છે. આ બાઇક પહેલાની સરખામણીમાં 8812 રૂપિયા મોંઘી થઇ છે. જેની નવી કિંમત 1.60 લાખ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે, પાછલા દિવસોમાં ઘણી ઓટો સેક્ટરની કંપનીઓએ પોત પોતાના વાહનોમાં વધારો કર્યો છે. મારુતિથી લઇ ઘણી મોટી કાર નિર્માતા કંપનીઓએ પોતાના વાહનોમાં ભાવ વધારાની જાહેરાત કરી દીધી છે. હાલમાં જ હીરો મોટોકોર્પે પણ પોતાના ટુવ્હીલરોના ભાવ વધાર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp