26th January selfie contest

ન્યૂ જનરેશન મહિન્દ્રા થારને જોવા ઊભી રહી લેમ્બોર્ગિની, જુઓ વીડિયો

PC: hindustantimes.com

જો દિખતા હે, વહી બિકતા હે... આ કહેવત તમે સાંભળી હશે. પણ ભારતીય વાહન નિર્માતા કંપની મહિન્દ્રાએ ન્યૂ જનરેશન થારને એટલી આકર્ષક અને આધુનિક બનાવી દીધી છે કે લોકોમાં તેનો અલગ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. મહિન્દ્રા ઓટોમોટિવે ન્યૂ જનરેશન થાર પરથી 15 ઓગસ્ટના રોજ પરદો હટાવી લીધો છે અને કંપની તેને ભારતમાં 2 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવા જઇ રહી છે. મહિન્દ્રા ગ્રુપના ચેરમેન પહેલેથી જ સોશિયલ મીડિયા પર તેમની ઉદારતા અને પ્રેરણાદાયી વીડિયોને લઇ સામાન્ય નાગરિકોમાં પ્રચલિત છે. આ વખતે તેમણે જે વીડિયો શેર કર્યો છે જેમાં લક્ઝરી સુપર કાર લેમ્બોર્ગિનીનો માલિક મુંબઈના રસ્તા પર પોતાની કારને રોકીને ન્યૂ જનરેશન મહિન્દ્રા થારને જોવા માટે ઉતરે છે.

આનંદ મહિન્દ્રાએ તેમની ટ્વીટમાં લખ્યું, એક લેમ્બો જ થારને રોકી શકે છે. જણાવી દઇએ કે, આનંદ મહિન્દ્રા પહેલા પણ થારને લઇ ઘણી બાબતો શેર કરી ચૂક્યા છે. જેમાં થાર સાથે જોડાયેલા મીમ્સ પણ સામેલ છે. આ ઉપરાંત આનંદ મહિન્દ્રા એ પણ કહી ચૂક્યા છે કે લોન્ચ થતા જ તે થારને પોતાના ગેરેજમાં સ્થાન આપશે.

જણાવી દઇએ કે, ન્યૂ જનરેશન મહિન્દ્રા થારની ભારતીય બજારમાં અંદાજિત એક્સ શોરૂમ કિંમત 9 લાખથી 13 લાખ રૂપિયા હોઈ શકે છે. મહિન્દ્રા થારને લઇ કાર માર્કેટ ગરમાયુ છે અને આ ઓફરોડરથી કંપનીને નિશ્ચિતપણે સારા વેચાણની આશા છે.

ફીચર્સની વાત કરીએ તો નવી થારમાં કંપનીએ કેબિનનું લેઆઉટ બદલી નાખ્યું છે. જેમાં નવું ડેશબોર્ડ છે અને 7 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ આવે છે. જે કનેક્ટિવિટી અને એડવેંચર ગેજની સાથે આવે છે. કારમાં નવું ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર લગાવવામાં આવ્યું છે જે કલર્ડ ટીએફટી એમઆઈડી યૂનિટ, સ્ટીયરિંગ માઉટેંડ કન્ટ્રોલ, રૂફ પર લાગેલા સ્પીકર્સ, ક્રૂઝ કન્ટ્રોલ જેવા ઘણાં ફીચર્સ આપવામાં આવ્યા છે.

સેફ્ટી માટે કારમાં આગળના ભાગમાં બે એરબેગ્સ, ABS, ESP, હિલ હોલ્ડ અને હિલ ડીસેંટ કન્ટ્રોલ બિલ્ટ ઈન રોલ કેઝની સાથે 3 પોઈન્ટવાળું સીટ બેલ્ટ પેસેન્જર માટે અને બાળકો માટે આઈસોફિક્સ એંકર્સ આપવામાં આવ્યા છે.

નવી મહિન્દ્રા થારમાં 2.0 લીટર mStallion ટર્બો પેટ્રોલ અને 2.2 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે ક્રમશઃ 150 bhp પાવર અને 320 Nm ટોર્ક અને 130 bhp પાવર તો 320 Nm ટોર્ક જનરેટ કરે છે. પહેલીવાર થારમાં એક ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન આપવામાં આવ્યો છે. જે બંને એન્જિન ઓપ્શનની સાથે મળે છે. આ ઉપરાંત 6 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સનો ઓપ્શન આપવામાં આવશે. આ ઉપરાંત નવી જનરેશનના ગ્રાહકો માટે 6 સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp