આવી રહ્યું છે દુનિયાનું પ્રથમ ફ્રેમલેસ TV, ફોટો થયા લીક

PC: twitter.com

સેમસંગ કંપની નવા વર્ષે દુનિયાનું પ્રથમ ફ્રેમલેસ TVલૉન્ચ કરવાની તૈયારીમાં છે. જોકે, લૉન્ચ પહેલા જ સેમસંગના આ ટીવીની તસવીર વાયરલ થઈ રહી છે. 4K બાદ આ 8Kટીવી માર્કેટમાં આવી રહ્યું છે. આ તસવીરમાં જોવા મળતા મોડલમાં સાઈડમાં કોઈ પેનલ આપવામાં આવી નથી. જ્યારે નીચેના ભાગમાં એક પેનલ આપવામાં આવી છે. આ ઉપરાંત નો ગેપ વોલમાઉન્ટ ડિઝાઈન પણ જોઈ શકાય છે.

આ ફોટો પરથી ખ્યાલ આવે છે કે, ટૂંક સમયમાં ફ્રેમલેસ ટીવીની શરૂઆત થશે. સેમસંગના વોલ ટીવી પરથી એની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. હાલમાં સેમસંગનું બેઝલેસ 8KTV અંગે કોઈ ખાતરી કરવામાં આવી નથી. જોકે, મળેલા રિપોર્ટ પરથી દાવો કરવામાં આવ્યો હતો કે, માર્કેટમાં તે Q900Tઅને Q950T નામથી આવશે. આ ઉપરાંત માર્કેટમાં આવતા આ નવા ટીવીમાં ઈનહાઉસ વન ક્નેક્ટ બોક્સ ડિઝાઈન જોવા મળશે. બિલ્ટઈન ટીવી ટ્યુનર સાથે મીડિયા રીસીવરની મદદથી તે કામ કરશે. હાઈએન્ડ ટીવીની જેમ વન ક્નેક્ટ ફંક્શન પણ જોવા મળશે.

હાલમાં સેમસંગ કંપનીએ 8KA એસો. સાથે હાથ મિલાવ્યા છે. કોઈ પણ કંપનીએ 8K માટે એક પ્રક્રિયામાંથી પસાર થઈને એક પ્રમાણપત્ર મેળવવાનું હોય છે. જે માટે એક ક્રાઈટએરિયા નક્કી કરવામાં આવ્યો છે. જેમાં 7,680x4,320 પિક્ચર રિઝોલ્યુંશન હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત 600 nitsથી વધારે બ્રાઈટનેસ, HDMI2.1 સ્ટાન્ડર્ડ અને HVECનો સપોર્ટ હોવો જોઈએ. એક વખત આ પ્રમાણપત્ર મળી ગયા બાદ કોઈ પણ કંપની પોતાના 8K ઉત્પાદનનું સરળતાથી માર્કેટિંગ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp