LGના નવા ફોનમાં મળશે આ યુનિક ફીચર, iPhone અને એન્ડ્રોઈડ ફોન પણ રહી જશે પાછળ

PC: timesnownews.com

ટેક દિગ્ગજ કંપની LG અન્ય પ્રતિસ્પર્ધીઓની જેમ પોતાના સ્માર્ટફોન્સનું માર્કેટિંગ નથી કરતી, પરંતુ નવા ફીચર્સની સાથે હંમેશાં પ્રયોગો કરતી રહે છે. આપણે LGના હેન્ડસેટ્સમાં ટિકર ડિસ્પ્લે અને મોડ્યુલર ડિઝાઈન જોઈ ચુક્યા છીએ. આવનારા નવા LGના ફ્લેગશિપ સ્માર્ટફોન LG G8 Thinqમાં વધુ એક નવું ફીચર આવવાની આશા છે, એક એવુ ફીચર જે હજુ સુધી આપણે iPhone અથવા એન્ડ્રોઈડ ફોનમાં પણ નથી જોયું.

LG એ પોતાના LG G8 Thinq સ્માર્ટફોનની જાહેરાત કરી દીધી છે જેને સ્પેનના બાર્સિલોનામાં યોજાનારા MWC 2019 ટ્રેડ શોમાં રજૂ કરવામાં આવશે. આ ફોનમાં આગળની તરફ સ્પીકર નહીં હશે. તેની જગ્યાએ સ્માર્ટફોનની આખી ડિસ્પ્લે જ એક ઓડિયો એમ્પલિફાયર તરીકે કામ કરશે. LGએ તેને ક્રિસ્ટલ સાઉન્ડ ઓલેડ અથવા નામ CSO આપ્યું છે.

CSO ટેકનોલોજીની સાથે હેન્ડસેટમાં ઓલેડ ડિસ્પેલેનો ઉપયોગ કરવાની નવી પદ્ધતિ મળશે. સાઉન્ડ પ્રોડ્યૂસ કરવા દરમિયાન આખી સ્ક્રીન વાઈબ્રેટ કરશે. આ ટેકનોલોજીથી ઓડિયો ક્વોલિટી વધુ સારી બનવાની આશા છે. જોકે, તેનો મતલબ એ નથી કે આ ફ્લેગશિપ સ્માર્ટફોનમાં સ્પીકર જ આપવામાં નહીં આવશે. બેઝ ડિલિવરી માટે તેમાં નીચેની તરફ એક સ્પીકર આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp