સસ્પેન્સ થ્રીલર જેવું છે મહિન્દ્રા સ્કોર્પિયોનું નવું ટીઝર, BIG ના અવાજનો ઉપયોગ

PC: twitter.com

મહિન્દ્રા તેની નવી સ્કોર્પિયોનું લોન્ચ ટુંક સમયમાં કરવાની છે, પરંતુ તેના ઇન્ટરેસ્ટિંગ ટીઝર સામે આવ્યું છે. જાણે કોઇ સસ્પેન્સ થ્રીલર ફીલ્મ જેવું લાગે.

મહિન્દ્રા સ્કોર્પિયોનું વધુ એક ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં પણ વાહનને SUVના બિગ ડેડી તરીકે વર્ણવવામાં આવ્યું છે, પરંતુ  એની સ્ટોરી કોઇ સસ્પેન્સ ફિલ્મ જેવી છે.

મહિન્દ્રા સ્કોર્પિયો લોન્ચ થવાની છે. કંપની એક પછી એક તેના ટીઝર લોન્ચ કરી રહી છે. કંપનીએ નવું ટીઝર એવું રીલીઝ કર્યું છે કે જાણે કોઈ સસ્પેન્સ થ્રિલર ફિલ્મ આવવાની હોય. પરંતુ આ ટીઝરમાં વાહનની ઘણી નવી વિગતો સામે આવી છે.

નવી મહિન્દ્રા સ્કોર્પિયો, XUV700 પછીની બીજી એવી કાર બનવા જઇ રહી છે, જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો નવો લોગો નજરે પડશે. નવા ટીઝરમાં કંપનીએ કારનું નામ જાહેર નથી કર્યું, પરંતુ કારના બહારની અનેક વિગતો સામે આવી છે.

ટીઝર પરથી ખબર પડે છે કે નવી મહિન્દ્રા સ્કોર્પિયોમાં પ્રોજેક્ટર હેડલેમ્પ્સ હશે. તે ડ્યુઅલ બીમ સાથે આવશે. આ સાથે ફોગ લાઇટની નજીક C-શેપમાં ક્રોમ ફિનિશ પણ આપવામાં આવી છે. કારના બમ્પરનો લૂક પણ બદલાઈ ગયો છે. જ્યારે નીચલા બમ્પર પર બ્લેક કલરની મેટ ફિનિશ આપવામાં આવી છે.

નવી મહિન્દ્રા સ્કોર્પિયોનું ટીઝર બતાવે છે કે તે પહેલાંથી વધારે સ્પોર્ટી હશે. તેમાં કર્વ્ડ બોડી લાઇન્સ અને સ્પોર્ટી એલોય વ્હીલ્સ હશે. તે થોડે ઘણે અંશે XUV700 જેવી દેખાઇ છે.

નવા ટીઝરમાં ગાડીને લઇને અનેક ઇશારા કરવામાં આવ્યા છે.જેને લીધે તેના પાવર અને ઇન્ટિરિયરની વિગતની હિંટ મળે છે. જેમ કે તે કાર વિશે કહેવામાં આવ્યું છે કે આ કાર D- સેગમેન્ટની કાર હશે. જેમાં પાવરફુલ ડીઝલ એન્જિન હોય શકે છે. તો બીજી તરફ કારના ઇનર સ્પેસને વધારવામાં આવ્યો છે.  આ કાર ઘણા ફયૂચરસ્ટિક ફીચરથી સજ્જ હશે.

કંપનીએ પોતાની નવી SUVના ટીઝરમાં બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચના અવાજનો ઉપયોગ કર્યો છે.આ કારની જાહેરાત સાથે અમિતાભ બચ્ચન સંકળાયેલા હોવાની બીજી નિશાની એ છે કે કંપનીએ તેની નવી SUV માટેની ટેગલાઈન Big Daddy આપી છે, જ્યારે અમિતાભ બચ્ચનને લોકો BIG B પણ કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp