Mahindraની નવી Thar કેટલી સુરક્ષિત, NCAPએ આપ્યા આટલા સ્ટાર

PC: auto.mahindra.com

દેશની દિગ્ગજ કાર નિર્માતા કંપની Mahindraની ન્યૂ જનરેશન Mahindra Thar 2020ની ડિમાન્ડ સતત વધી રહેલી જોવા મળી રહી છે. આ વચ્ચે Mahindra Tharને લઈને એક સારા ન્યૂઝ મળી રહ્યા છે. ક્રેશ ટેસ્ટમાં ગ્લોબલ NCAPએ મહિન્દ્રાની આ નવી Mahindra Tharને શાનદાર રેટિંગ આપ્યા છે. ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં નવી Mahindra Tharને 4 સ્ટાર મળ્યા છે, જે સુરક્ષા માટે સૌથી સારા માનવામાં આવે છે.

NCAPના રિપોર્ટ પ્રમાણે, ક્રેશ ટેસ્ટમાં ડ્રાઈવર અને પેસેન્જરના માથા અને ગરદનને સારી સુરક્ષા મળી છે. જ્યારે ડ્રાઈવરની છાતીને પૂરતી સુરક્ષા અને પેસેન્જરની છાતીને પણ સારી સુરક્ષા મળી હોવાનું જોવામાં આવ્યું હતું. આ સિવાય ગ્લોબલ NCAPએ ક્રેશ ટેસ્ટમાં ચાઈલ્ડ સેફ્ટીના મુદ્દે પણ મહિન્દ્રા થાર ખરી ઉતરી હતી. ગ્લોબલ NCAP પાસેથી 4 સ્ટાર રેટિંગ મળ્યા પછી કંપની તેને એક મોટી કામયાબી તરીકે ગણાવશે. એટલું જ નહીં, ગ્રાહકોનો થારને લઈને વિશ્વાસ વધુ વધતો જોવા મળશે.

જણાવી દઈએ કે, લોન્ચિંગ દરમિયાનના સમયથી જ Mahindra Tharની બુકિંગ વધતી જોવા મળી રહી છે. લગભગ 44 ટકા Tharનું બુકિંગ પેટ્રોલ ઓટોમેટીક અને ડિઝલ માટેનું કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે Mahindra Tharનું બુકિંગ કરાવનારા 55 ટકા ગ્રાહકો ફર્સ્ટ ટાઈમ બાયર છે. નવી Mahindra Tharને ભારતમાં ડિઝાઈન કરવામાં આવી છે અને તેનું પ્રોડક્શન નાસિકના પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે.

એટલે સુધી કે Mahindra Tharમાં વાપરવામાં આવેલા મોટાભાગના પાર્ટ્સનું ઉત્પાદન પણ ભારતમાં જ કરવામાં આવ્યું છે. લક્ઝરી SUV  Mahindra Thar BS6 આધારિત છે અને તેને નવા રૂપરંગ સાથે તૈયાર કરવામાં આવી છે. કંપનીએ નવી થારને બે મોડેલ AX અને LXમાં લોન્ચ કરી છે. તેમાં પેટ્રોલ અને ડિઝલ બંને રીતના પાવરટ્રેનનો વિકલ્પ ઉપલબ્ધ છે. ડિઝલ એન્જિન 120hpનો પાવર જનરેટ કરે છે. જ્યારે પેટ્રોલ એન્જિન 150 hpનો પાવર જનરેટ કરે છે.

આ કારના ઈન્ટિરીયરને વોટર ફ્રેન્ડ્લી બનાવવામાં આવ્યું છે. તેમાં ક્રુઝ કંટ્રોલ, ABS સાથે EBD, ડ્યુઅલ એરબેગ્સ, હિલ-હોલ્ડ અને હિલ ડિસેન્ટ કંટ્રોલ જેવા સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. પહેલા Mahindra Tharને લોકો એડવેન્ચર કાર તરીકે જોતા હતા, પરંતુ હવે નવી પેઢીની Mahindra Tharને એવી રીતે બનાવવામાં આવી છે કે તેને સામાન્ય રસ્તાની સાથે ઓફ રોડિંગ માટે પણ ઉપયોગમાં લઈ શકાય.

એન્ટ્રી લેવલ વેરિયન્ટ્સ બંધ થયા પછી હવે કંપનીએ આ કારની શરૂઆતની કિંમત 11.90 લાખ રૂપિયા રાખી છે. આ કિંમત Mahindra Tharના AX(O) પેટ્રોલ વેરિયન્ટની છે. જ્યારે કારના પેટ્રોલ વેરિયન્ટ્સની કિંમત હવે 11.90 લાખ રૂપિયાથી વધીને 13.55 લાખ રૂપિયા થઈ ગઈ છે. જ્યારે ડિઝલ વેરિયન્ટ્સની કિંમત 12.10 લાખથી વધીને 13.75 લાખ થઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp