મહિન્દ્રા એક બે નહીં પણ ત્રણ ઈલેક્ટ્રિક કાર કરશે લોન્ચ

PC: twitter.com

ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી માંગ વચ્ચે મહિન્દ્રાએ પણ ઈવી માર્કેટમાં પ્રવેશ કરવાનો નિર્ણય લીધો છે. મહિન્દ્રાની ઈલેક્ટ્રિક કાર જુલાઈમાં લોન્ચ થશે. કંપનીએ ટ્વિટર પર એક ટીઝર રિલીઝ કર્યું છે, જેમાં ત્રણ કાર જોવા મળી રહી છે. ટીઝરમાં દેખાતી ત્રણેય કાર એસયુવી છે. તેથી એવું માનવામાં આવે છે કે મહિન્દ્રાનું સંપૂર્ણ ધ્યાન SUV ઇલેક્ટ્રિક કાર પર રહેશે. મહિન્દ્રા તેના EV કોન્સેપ્ટને બોર્ન ઇલેક્ટ્રિક વિઝનના નામથી રજૂ કરશે. મહિન્દ્રાના EV કોન્સેપ્ટ યુકેમાં મહિન્દ્રા એડવાન્સ્ડ ડિઝાઇન યુરોપ સ્ટુડિયોમાં તૈયાર થશે.

મહિન્દ્રા ઓટોએ ટ્વીટ કર્યું હતું કે, 'બોર્ન ઇલેક્ટ્રિક વાહનોની નવી દુનિયામાં આપનું સ્વાગત છે. વૈશ્વિક ડિઝાઇનર્સ અને નિષ્ણાતોની અમારી ટીમ તમારા માટે ઇલેક્ટ્રિક હાજરી અને શાનદાર પ્રદર્શન લાવે છે. આ ટ્વિટમાં, કંપનીએ એક ટીઝર પણ રીલીઝ કર્યું છે. આ ઉપરાંત કંપનીએ તેના ઇલેક્ટ્રિક કાર્સ માટે બોર્ન ઇલેક્ટ્રિક વિઝન પ્લેટફોર્મ બનાવ્યું છે. ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન પાછળ પ્રતાપ બોઝ છે, જેમણે ટાટાના નવી જનરેશન મોડલનો લુક ડિઝાઇન કર્યો છે.

થોડા દિવસો પહેલા મહિન્દ્રાએ ભારતમાં તેના EV પ્લાન વિશે વાત કરી હતી. કંપનીએ કહ્યું હતું કે તે આવતા વર્ષે XUV300નું સંપૂર્ણ ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ કરશે. હવે ટીઝરમાં ત્રણ SUV કાર જોવા મળી રહી છે. આવનારી કારની ઘણી વિગતો હાલ પદડા પાછળ જ છે. ટીઝરમાં માત્ર હેડલાઈટ અને ટેલલાઈટ જ જોઈ શકાય છે. જેમાં આવનારી ઈલેક્ટ્રિક કારની ડિઝાઈન અંગે બહુ ઓછો ખ્યાલ છે. મહિન્દ્રાના EV મોડલનો લુક હાલના ICE મોડલથી અલગ હશે.

મહિન્દ્રાએ ઇલેક્ટ્રિક વ્હીકલ સેક્ટરમાં રૂ. 3,000 કરોડનું રોકાણ કરવાનો નિર્ણય કર્યો છે. અહેવાલો અનુસાર કંપની ઓછામાં ઓછા ચાર એસયુવી મોડલને ઇલેક્ટ્રિક એસયુવી કારમાં પરિવર્તીત કરશે. આ પ્લાન હેઠળ XUV300 એ પહેલી SUV હશે જેને ઇલેક્ટ્રિક કાર તરીકે ઓફર કરવામાં આવશે. કારના ટીઝરમાં દેખાતી ત્રણ એસયુવી XUV700, KUV100 અને બોલેરો અથવા સ્કોર્પિયોનું ઇલેક્ટ્રિક વર્ઝન પણ હોઈ શકે છે.

મહિન્દ્રા તેના લાઇનઅપ પર ઝડપથી કામ કરી રહી છે. ઇલેક્ટ્રિક કાર સિવાય મહિન્દ્રા ટૂંક સમયમાં સ્કોર્પિયોનું નવું મોડલ પણ રજૂ કરી શકે છે. નવી સ્કોર્પિયો સંપૂર્ણપણે નવા અવતારમાં જોવા મળશે. આવનારી એસયુવીના એક્સટીરિયરથી લઈને ઈન્ટીરીયર સુધી બધું જ બદલાયેલું જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp