26th January selfie contest

ફોન લેવો હોય તો લઇ લેજો, બજેટ પછી મોંઘો થવાની શક્યતા, આ છે કારણ

PC: businesstoday.in

કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થવામાં હવે એક સપ્તાહનો સમય જ બાકી છે. 1લી ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી બજેટ રજૂ કરશે. આ વખતનું બજેટ ઘણી બાબતોમાં મહત્ત્વ ધરાવે છે, કારણ કે કોરોના મહામારીએ દુનિયાની સાથે દેશનું આર્થિક ચિત્ર ઉલટ પલટ કરી નાંખ્યું છે.

નાણામંત્રી નિર્મલા સીતારમને થોડા સમય પહેલાં કહ્યું  હતું કે આ વખતનું અંદાજપત્ર છેલ્લાં 100 વર્ષમાં રજૂ થયેલા અંદાજપત્રથી અલગ હશે. એવુ માનવામાં આવી રહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકડાઉન વખતે પોતાના ભાષણમાં આત્મનિર્ભર ભારતની અને વોકલ ફોર લોકલની વાત કરી હતી જેનું પ્રતિબિંબ કદાચ આ વખતના બજેટમાં જોવા મળી શકે. જાણવા મળેલી માહિતી મુજબ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આ વખતે સરકાર ઇમ્પોર્ટ ડયુટીમાં વધારો કરશે, જેને કારણે સ્માર્ટફોન તથા ઇલેકટ્રોનિકસ આઇટમો  મોંઘી થવાની શકયતા છે.

આગામી બજેટમાં કેન્દ્ર સરકાર સ્માર્ટફોન, ઇલેકટ્રોનિકસ ઉપકરણો અને હોમ એપ્લાયન્સીસ સહિત 50થી વધારે વસ્તુઓ પર  5થી 10 ટકા જેટલી ઇમ્પોર્ટ ડયુટી વધારી શકે છે. ઇમ્પોર્ટ ડયુટી વધારવાનું કારણ મોદીની આત્મનિર્ભર ભારત યોજનાને પ્રોત્સાહન આપવાનો એક હિસ્સો હશે. આયાત કર વધવાને કારણે સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન મળશે.નિષ્ણાતો પાસેથી જાણવા મળેલી વિગત મુજબ સરકારની કોશિશ એવી રહેશે કે બિનજરૂરી આયાતો પર બ્રેક લગાવીને મેક ઇન ઇન્ડિયા હેઠળ એવા ઉત્પાદનોનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવે.

કોરોના વાયરસ મહામારીને કારણે સરકરાને આવકમાં મોટો ફટકો પડયો છે. સરકાર ઇમ્પોર્ટ ડયૂટી વધારીને 20 થી 21 હજાર કરોડ રૂપિયા ઉભી કરી શકે છે. જાણવા મળેલી માહિતી મુજબ ઇમ્પોર્ટ ડયૂટીમાં વધારાની અસર ફર્નિચર અને ઇલેક્ટ્રીક વાહનો પર પણ પડી શકે છે. સરકાર જો ઇમ્પોર્ટ ડયૂટી વધારશે તો ટેસ્લા કાર અને સ્વીડનની ફર્નિચર કંપની આઇકિયા પર અસર પડશે. કારણ કે આ વર્ષમાં ટેસ્લા ભારતમાં પોતાની કાર લોંચ કરવાની યોજના બનાવી રહી છે. 

આવતા સોમવારે રજૂ થનારા કેન્દ્રીય અંદાજપત્ર-2021માં નિર્મલા સીતારમન પાસે નાના વેપારી, બિઝનેસમેન, નોકરિયાત,સામાન્ય લોકોને ઘણી અપેક્ષા છે કે છેલ્લાં એક વર્ષથી અર્થંતંત્ર ખાડે ગયું છે તેને નાણામંત્રી બહાર કાઢવામાં સફળ થાય.શેરબજારિયાઓ પણ નાણામંત્રી પાસે પ્રોત્સાહક પોલીસીની અપેક્ષા રાખી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 1લી ફેબ્રુઆરીએ બજેટ રજૂ થશે ત્યારે દેશની જનતાના ચહેરા પર રોનક આવે છે કે પછી કોથળાંમાંથી બિલાડું નીકળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp