7 ડિસેમ્બર 2022ના રોજ આકાશમાં જોવા મળશે આ અદ્ભુત નજારો,વૈજ્ઞાનિકો જોવે છે રાહ

PC: zeenews.india.com

ધરતી પર રહેતા દરેક મનુષ્ય માટે કેટલીક તારીખો ખૂબ જ ખાસ હોય છે. એ જ રીતે 7 ડિસેમ્બરની રાહ પણ દુનિયાભરના સ્પેશ વૈજ્ઞાનિકો આતુરતાપૂર્વક જોઈ રહ્યા છે. આમાં એવા લોકો પણ સામેલ છે જેઓ ખગોળીય ઘટનાના સાક્ષી બનવાનું પસંદ કરે છે. જેમ દુનિયાભરમાં લોકો સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ જોવા માટે વર્ષો-વર્ષ સુધી રાહ જુએ છે, તેવી જ રીતે આવનારી 7 તારીખ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કેમ છે આ આટલું ખાસ?

જેમ કે આપણે જાણીએ છે કે, આપણે જે પૃથ્વી પર રહીએ છે તે સૌર મંડળનો ભાગ છે. મોટાભાગે આપણે ધરતી પરથી આપણા ઉપગ્રહ ચંદ્રને જ જોઈ શકીએ છે. પરંતુ બીજા અન્ય ગ્રહને જોવું સરળ નથી હોતું. આ 7 ડિસેમ્બરના રોજ આ શક્ય થઈ શકે છે કે, તમે ધરતી પરથી કોઈ બીજા ગ્રહને પણ જોઈ શકો. તમે આ વાત સાંભળીને હેરાન થઈ જશો, પરંતુ આવનારી 7 તારીખના રોજ સૂર્ય, પૃથ્વી, ચંદ્ર અને મંગળ એક સીધી રેખામાં હશે. આ દરમિયાન તમને ચંદ્રની સાથે મંગળના પણ દર્શન થઈ શકે છે.

કેવી રીતે જોઈ શકશો મંગળ ગ્રહ?

જો તમે મંગળને જોવા માંગો છો તો થોડી યોગ્ય ટેકનિક અને યોગ્ય સમયને ફૉલો કરો. અમેરિકાની ઘડિયાળથી રાતના 11.08 મિનિટે એટલે કે, ભારતમાં 8 ડિસેમ્બરની રાત્રે તમે મંગળ ગ્રહને જોઈ શકો છો. આ દરમિયાન, જ્યારે તમે આકાશ તરફ નજર કરશો તો, નારંગી-પીળા રંગનો તારો જોવા મળશે. આ તારો સૂર્યના પ્રકાશથી પીળા અથવા નારંગી રંગમાં ચમકતો જોવા મળશે. આ લાલ ગ્રહ એટલે કે, મંગળ ગ્રહ હશે. આ સિવાય આ સુંદર ઘટનાને તમે વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટના લાઈવસ્ટ્રીમિંગ દરમિયાન જોઈ શકો છો. વૈજ્ઞાનિકોનું માનીએ તો, 14 વર્ષ પછી આવો સંયોગ જોવા મળવાનો છે. જો તમે અમેરિકામાં રહો છો, તેનો સમય અલગ-અલગ દેશો માટે અલગ-અલગ છે.

પરંતુ ધ્યાન રાખો આ નજારો લાંબા સમય સુધી દેખાશે નહીં. અમેરિકાના લોકો માટે તો આ 40 સેકન્ડથી 2 મિનિટનો સમય છે. કારણ કે આ પછી મંગળ ચંદ્રની પાછળ છુપાઈ જશે. તમને એવું લાગશે કે, મંગળ ગ્રહ પર ગ્રહણ લાગી રહ્યું છે. કારણ કે, તે ચંદ્રની પાછળથી નીકળીને થોડા સમય માટે જોવા મળશે. તેના પછી ફરીથી ચંદ્રની પાછળ જતો રહેશે. તમારું નસીબ સારું હશે તો આ દ્રશ્ય તમે જોઈ શકશો. આકાશનું સ્વચ્છ રહેવું પણ તો જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp