મારુતિની કારો પર મળી રહ્યું છે ભારે ડિસ્કાઉન્ટ, આવતા મહિનાથી વધી જશે કિંમત

PC: cartoq.com

વિદેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરર કંપની મારુતી સુઝુકીએ જાન્યુઆરી મહિનાથી પોતાની કારોના ભાવ વધારવાની જાહેરાત કરી છે. જોકે, આ પહેલા કંપની પોતાની કારો પર ભારે ડિસ્કાઉન્ટ અને ઓફર્સ આપી રહી છે. તેમાં કેશ ડિસ્કાઉન્ટ, કોર્પોરેટ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બેનિફિટ અને મફત એક્સેસરીઝ કે સર્વિસિઝ શામેલ છે.

કંપનીની સ્મોલ કાર અલ્ટો પર સૌથી વધારે 52000 રૂપિયા સુધીના બેનિફિટ્સ મળી રહ્યા છે. તેમાં 30000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, 15000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ અને 5000 રૂપિયા સુધીનું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ શામેલ છે. તેના ઓટોમેટિક વેરિયેન્ટ પર 22000 રૂપિયા અને CNG વેરિયેન્ટ પર લગભગ 45000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. મારૂતિની સેલેરિયો પર 45000 રૂપિયાથી વધારેના બેનિફિટ્સ મળી રહ્યા છે. આ હેચબેકના CNG વેરિયેન્ટ પર 45100 રૂપિયા, મેન્યુઅલ વેરિયેન્ટ પર 36000 રૂપિયા અને ઓટોમેટિક વેરિયેન્ટ પર 21000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

મારૂતિની વેગન આર કાર પર 42000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સ્વિફ્ટ હેચબેક અને ડિઝાયર પર 32000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની આગામી વર્ષની શરૂઆતમાં પોતાની કારોની પ્રાઇઝ વધારવાની તૈયારીમાં છે. મારૂતિએ કહ્યું કે, ઇન્ફ્લેશન અને હાલના રેગ્યુલારિટી નોર્મ્સથી કોસ્ટ વધવાના કારણે આ નિર્ણય લેવો પડી રહ્યો છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નેટ પ્રોફિટ લગભગ ચાર ગણો વધીને 2061 કરોડ રૂપિયાથી વધારે રહ્યો હતો. કંપનીએ રેગ્યુલારિટી ફાઇલિંગમાં કહ્યું કે, ઇન્ફ્લેશન અને હાલના રેગ્યુલારિટિ નોર્મ્સના કારણે કંપની પર કોસ્ટ વધવાનું પ્રેશર છે. આ કારણે તેનો થોડો ભાર પ્રાઇઝ વધરવાથી ઓછો કરવો જરૂરી બની ગયો છે. કંપનીએ આગલા વર્ષે જાન્યુઆરીથી પ્રાઇઝમાં વધારો કરવાની યોજના બનાવી છે. આ કારોના મોડલ્સ અનુસાર અલગ હશે.

અમુક અન્ય ઓટોમોબાઇલ્સ કંપનીઓ પણ પોતાની કારોના ભાવ વધારી શકે છે. ટુ વ્હીલર મેકર હીરો મોટોકોર્પે પણ બાઇક અને સ્કુટરની પ્રાઇઝ વધારવાની જાહેરાત કરી છે. મારુતિ સુઝુકીનું નવેમ્બર મહિનામાં વેચાણ લગભગ 1.60 લાખ યૂનિટ્સ રહ્યું છે. તે ગયા વર્ષે આ જ મહિનાની સરખામણીમાં લગભગ 15 ટકાનો વધારો છે. કંપનીએ આ વર્ષે બાલેનો અને ગ્રાન્ડ વિટારાના નવા વેરિયેન્ટ્સ લોન્ચ કર્યા હતા જેથી કંપનીને વેચાણ વધારવામાં મદદ મળી છે. પાછલા મહિને કંપનીનું વેચાણ 159044 યૂનિટ્સ રહ્યું છે. તે પાછલા વર્ષના આ જ મહિનામાં 139184 યૂનિટ્સ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp