Maruti આ કાર પર આપી રહી છે 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ

PC: team-bhp.com

દેશની સૌથી મોટી મેન્યુફેક્ચરર Maruti Suzukiએ તેની યુનિક ડિઝાઈનવાળી કાર Ignisના ડીઝલ મોડલને ભારતમાં બંધ કરી દીધું છે. રિપોર્ટ્સ મુજબ આ ગાડીની ડિમાન્ડમાં ઘટાડો થયો હતો અને આથી કંપનીએ તેનું ડીઝલ વર્ઝન બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ સાથે ગાડીનો જે સ્ટોક હજુ છે, તેના પર Maruti કંપનીએ 65000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. આ કારના બેઝ મોડલની એક્સ-શોરૂમ કિંમત 6.35 લાખ રૂપિયા છે, જે પેટ્રોલ વેરિયન્ટથી 1.25 લાખ રૂપિયા વધુ છે. Ignisના ડીઝલ વેરિયન્ટની ડિમાન્ડ ફક્ત 10% જ છે, જ્યારે પેટ્રોલ વેરિયન્ટની ડિમાન્ડ 90% હતી.

Maruti Suzuki Ignisના ડીઝલ વર્ઝનમાં 1.3 લીટર DDiS, 4 સિલીન્ડર એન્જિન સાથે આવે છે. આ એન્જિન 74 bhp અને 190 Nm મીટરનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 સ્પીડ મેન્યુઅલ અથવા એએમટી ટ્રાન્સમિશનના ઓપ્શન સાથે ઓફર કરવામાં આવે છે.

Maruti Suzuki Ignisના ડીઝલ વેરિયન્ટના કુલ વેચાણમાં માત્ર 10 ટકા જ વેચાયું હતું, જ્યારે 90 ટકા વેચાણ પેટ્રોલ વર્ઝનના મોડલની રહી હતી. Maruti Suzuki Ignisને ભારતીય માર્કેટમાં પહેલી વખત જાન્યુઆરી 2017માં લોન્ચ કરી હતી.  ઈન્ટરનેશનલ માર્કેટમાં Maruti Suzuki Ignis કંપનીની એન્ટ્રી લેવલની હેચબેક છે. ભારતમાં Maruti Suzuki Ignisને કંપનીની પ્રીમિયમ નેક્સા ડીલરશીપની ચેનની હેઠળ વેચવામાં આવે છે. Maruti Suzuki Ignis એન્ટ્રી લેવલ હેચબેક થવા પછી પણ ઘણા શાનદાર ફીચર્સ અને કસ્ટમાઈઝેશન પેકેજના ઓપ્શન સાથે અવેલેબલ છે.

આ કારમાં ડ્યુઅલ એરબેગ્સ, એબીએસ, 15 ઈંચ એલોય વ્હીલ, એલઈડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ જેવા ઘણા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેની સાથે 7 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મિરર લીંક, સ્માર્ટફોન કનેક્ટીવીટી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp