Maruti Suzuki Ciaz પર મળી રહ્યું છે આટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ

PC: overdrive.in

Maruti Suzuki Ciazના 2018 મોડલ પર 85000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. નવી Ciazના લોન્ચિંગ પહેલા ડીલર્સ પોતાનો જુનો સ્ટોક ખાલી કરવા માંગે છે. આથી, Ciaz 2018 મોડલ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યુ છે. Ciazના ડીઝલ વેરિયન્ટ પર 60000 રૂપિયા સુધીનું કેશ ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે, આ ઉપરાંત 25000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આ મોડલ પર મળી રહ્યુ છે. Ciaz ઓટોમેટિક વેરિયન્ટ પર 40000 રૂપિયાનું કેશ ડિસ્કાઉન્ટ અને 25000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ મળી રહ્યુ છે. Ciaz ઓટોમેટિક માત્ર પેટ્રોલ વર્ઝનમાં જ ઉપલબ્ધ છે. આ બધું જ ડિસ્કાઉન્ટ અલ્ફા મેન્યુઅલ વેરિયન્ટ પર મળી રહ્યુ છે.

Ciaz Facelift વર્ઝનના ફીચર્સ

નવી મારુતિ સિયાઝનાં ફ્રન્ટ લુકને નવા ગ્રિલ ડિઝાઈન સાથે રિવાઈઝ કરવામાં આવ્યો છે. આ ગ્રિલ ક્રોમ સ્ટ્રિપ સાથે આવશે. જેમાં રી-ડિઝાઈન્ડ હેડલેમ્પ્સ પણ હશે. પ્રોજેક્ટર હેડલેમ્પ યુનિટમાં હોરિઝોન્ટલ એલઈડી ડેટાઈમ રનિંગ લાઈટ્સ હશે. જ્યારે ફ્રન્ટ બંપરમાં સર્ક્યુલર ફોગ લેમ્પ્સ અપડેટ કરવામાં આવ્યાં છે. અને તેની ચારે બાજુ મેટલ ફિનિશ જોવા મળશે.

2018 મારુતિ સુઝુકી સિયાઝનાં પાછળનાં ભાગમાં ટેલ લાઈટ્સમાં નવી લાઈટિંગ સિગ્નેચર અને રિવાઈઝ્ડ બમ્પર જોવા મળશે. નવા એલોય વ્હિલ પણ અપડેટ કરવામાં આવ્યા છે. નવી સિયાઝનાં ઈન્ટીરિયરમાં રિફ્રેશ્ડ કેબિન છે. ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને 4.2 ઈંચ ટીએફટી સ્ક્રીન, એડિશનલ ઈન્ફોર્મેશન અને નવા કલરમાં અપડેટ કરવામાં આવી છે. ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમમાં પહેલાથી જ સારી મ્યુઝિક સિસ્ટમ, નેવિગેશન, બ્લૂટૂથ, યુએસબી કનેક્ટિવિટી અને સ્માર્ટફોન ઈન્ટિગ્રેશન છે.

નવી સિયાઝનાં ફીચર્સ

નવી મારુતિ સિયાઝમાં પુશ/સ્ટાર્ટ સ્ટોપ, ક્રૂઝ કંટ્રોલ, ઈલેક્ટ્રિક મિરર, કીલેસ એન્ટ્રી, ઓટો એસી, રિયર એસી વેંન્ટ્સ, સેન્ટર આર્મ રેસ્ટ, ડ્રાયવર હાઈટ અડજસ્ટમેન્ટ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, રિવર્સ પાર્કિંગ સેન્સર, ફ્રન્ટ સીટ બેલ્ટ રિમાઈન્ડર અને સ્પીડ એલર્ટ સિસ્ટમ છે. સુરક્ષાની દ્રષ્ટિએ તેમાં ડ્યૂઅલ એરબેગ્સ, એબીએસ, ઈબીડી વગેરે જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે.

તેમાં 1.5 લીટર K15B પટ્રોલ એન્જિન છે જે 6000 આરપીએમ પર 103 બીએચપીનો પાવર અને 4400 આરપીએમ પર 138 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. ચાર સિલિન્ડર મોટરથી લેસ આ કારમાં પાંચ સ્પીડ મેન્યુઅલ અને ચાર સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનાં ઓપ્શન છે.

જ્યારે તેનાં ડિઝલ મોડલમાં 1.3 લિટર DDiS એન્જિન છે, જે 89 બીએચપીનો પાવર અને 200 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. બંને એન્જિનોને મારુતિની SHVS હાઈબ્રિડ સિસ્ટમથી લેસ કરવામાં આવી છે.

કંપનીનો દાવો છે કે પેટ્રોલ એન્જિનનું માઈલેજ 21.56 કિલોમીટર પ્રતિ લિટર હશે. તેનાં ઓટોમેટિક ટ્રાન્સમિશન વર્ઝનની માઈલેજ 21.28 કિલોમીટર પ્રતિ લિટર હશે. જ્યારે ડિઝલ મોડલ 28.09 કિલોમીટર પ્રતિ લિટરની માઈલેજ આપશે. આવામાં તેને આ ક્લાસની સૌથી એફિશિયન્ટ કાર કહી શકાય.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp