Maruti Suzukiની Micro SUV S-Presso આ સમયે થઈ શકે છે લોન્ચ

PC: autocarindia.com

Maruti Suzukiની નાની SUV S-Pressoની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. જે હવે ટૂંક સમયમાં જ પૂર્ણ થવાની છે. કંપની તેના લોન્ચિંગ માટે તૈયારીઓ કરી રહી છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, Maruti S-Presso સપ્ટેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. આ નાનકડી SUV કંપનીની અરીના ડિલરશિપ પરથી વેચવામાં આવશે. જણાવી દઈએ કે, Maruti S-Presso ગત વર્ષે ગ્રેટર નોયડામાં થયેલા ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવેલી ફ્યૂચર-એસ કોન્સેપ્ટનું પ્રોડક્શન વર્ઝન છે.

S-Presso ભારતીય બજારમાં Marutiની સૌથી નાની SUV હશે. તે કંપનીની સબ-કોમ્પેક્ટ SUV Vitara Brezza કરતા નીચેના સેગમેન્ટમાં આવશે. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, Maruti S-Cross અને Maruti Ignis પર મળેલી ક્રોસઓવર ડિઝાઈન કરતા અલગ S-Pressoનો આ લુક સંપૂર્ણરીતે SUV જેવો હશે. આ નવી કાર Renault Kwid અને Mahindra KUV 100 NXT જેવી કારોને ટક્કર આપશે. આશા છે કે, S-Pressoમાં ઓછામાં ઓછું 180mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને હાઈ સીટિંગ પોઝીશન મળશે.

Marutiના નવા મોડલ્સની જેમ S-Presso પણ કંપનીના હાર્ટેક્ટ પ્લેટફોર્મ પર આધારિત હશે. જેમાં BS-6વાળું 1.2-લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે WagonR, Swift, Ignis અને Balenoમાં છે. જોકે, કેટલાક રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, આ નાની SUVમાં 1.0-લીટરનું પેટ્રોલ એન્જિન હશે. આશા છે કે, લોન્ચિંગની સાથે અથવા થોડાં સમય બાદ કંપની તેનું CNG મોડલ પણ રજૂ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp