આ વર્ષે Maruti લઈને આવી રહ્યું છે 4 નવી કારો, જાણો કઈ કાર થશે લોન્ચ

PC: akamaized.ne

Maruti Suzuki આ વર્ષના અંત સુધીમાં 4 નવી કારો લોન્ચ કરવાની છે. હાલમાં મકાઉમાં યોજાયેલા ડીલર્સ કોન્ફ્રન્સમાં કંપનીએ તે અંગે જાણકારી આપી હતી. Marutiને આશા છે કે, આ નવી કારો કંપનીનું વેચાણ વધારવામાં મદદ કરશે. આ ચારેય કારોમાંથી ત્રણ કારો વર્તમાન મોડલ્સ પર આધારિત હશે, જ્યારે એક સંપૂર્ણરીતે નવું મોડલ હશે. તો તમે પણ જાણી લો Marutiની આ નવી કારો વિશેઃ

Crossover Micro SUV

Maruti Suzukiની આ વર્ષે લોન્ચ થનારી નવી કાર ઓટો એક્સપો 2018માં રજૂ કરવામાં આવેલ Future S કોન્સેપ્ટ પર આધારિત Crossover Micro SUV છે. આ નવી કાર ફેસ્ટિવ સીઝન એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરની આસપાસ બજારમાં ઉતારવામાં આવશે. મળતી માહિતી અનુસાર, તે Wagon R અને Swiftની વચ્ચે જગ્યા બનાવશે અને માત્ર પેટ્રોલ એન્જિનમાં આવશે. તેનું એન્જિન BS6 એમિશન નોર્મ્સને અનુરૂપ હશે.

7 સીટર Wagon R

Marutiની આ વર્ષે આવનારી બીજી કાર Wagon Rનું 7 સીટર વર્ઝન હશે. તેને Marutiના પ્રીમિયમ આઉટલેટ Nexa પરથી વેચવામાં આવી શકે છે. આ 7 સીટર કારમાં 5+2 સીટિંગ લેઆઉટ હશે. તે Renaultની આવનારી કોમ્પેક્ટ MPV ટ્રાઈબરને ટક્કર આપશે. તે 4 મીટર કરતા નાની હશે. 7-સીટર Wagon Rમાં 1.2-લીટરવાળું K-સીરિઝ એન્જિન આપવામાં આવી શેક છે.

Vitara Brezza પેટ્રોલ

ત્રીજી કાર પેટ્રોલ એન્જિનવાળી Vitara Brezza SUV છે. Brezzaના પેટ્રોલ એન્જિનની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે. તેમાં 1.5-લીટર K-સીરિઝ પેટ્રોલ એન્જિન હશે, જે 104bhpનો પાવર અને 138Nm પીક ટોર્ક જનરેટ કરશે. આ એન્જિન Suzukiની માઈલ્ડ હાઈબ્રિડ સિસ્ટમની સાથે આવશે.

Ertiga Sport

Maruti Suzuki આ વર્ષે પોતાની પોપ્યુલર MPV Ertigaનું લક્ઝરી વર્ઝન પણ લાવવાની છે. તેને Ertiga Sport નામથી લોન્ચ કરવામાં આવશે, જે 6 સીટર MPV હશે. તે 2+2+2 સીટિંગ લેઆઉટની સાથે આવશે. તે ટોપ મોડલ હશે અને કંપની તેને પ્રીમિયમ આઉટલેટ Nexa પરથી વેચશે. Suzuki Ertiga Sport ઈન્ડોનેશિયામાં પહેલાથી ઉપલબ્ધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp