મારુતિની આ કારના વેચાણમાં 50 ટકાનો ઉછાળો, સતત બીજા મહિને રહી નંબર 1

PC: autobics.com

મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનું વેચાણ જુલાઇ 2020માં ખૂબ જ સારું રહ્યું અને કંપનીએ 1 લાખથી વધારે યૂનિટનું વેચાણ કર્યું છે. કંપનીની લિસ્ટમાં સતત બે મહિનાથી ઓલ્ટો દેશની સૌથી વધારે વેચાણયુક્ત કાર રહી છે અને ઈગ્નિસ, બલેનો અને વિટારા બ્રેઝાએ સકારાત્મક વેચાણ નોંધાવ્યું છે. હોન્ડાની WRV 733 યૂનિટની સાથે છઠ્ઠા સ્થાને રહી. તો મહિન્દ્રા TUV 300ની આ મહિને એક પણ યૂનિટ વેચાઇ નહીં. જ્યારે ગયા વર્ષે જુલાઇમાં આ કારની 1222 યૂનિટ વેચાઇ હતી.

કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં પણ કંપનીનો દબદબો કાયમ રહ્યો અને મારુતિ સુઝુકી વિટારા બ્રેઝાએ સેગમેન્ટનું નેતૃત્વ કર્યું. જુલાઇ 2020માં કંપનીએ વિટારા બ્રેઝાની કુલ 7807 યૂનિટનું વેચાણ કર્યું છે. જ્યારે 2019માં આ મહિના દરમિયાન તે 5302 યૂનિટ હતું, જેમાં 47 ટકાની વૃદ્ધિ થઇ છે. મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા અને બીજા સ્થાને રહેલી હ્યૂંદૈ વેન્યૂની વચ્ચે માત્ર 73 યૂનિટનો તફાવત રહ્યો. વેન્યૂની જુલાઇમાં 6734 યૂનિટ વેચાઇ. ત્યાર પછી નેક્સૉનની 4327 યૂનિટ, જે જુલાઇ 2019માં 3344 યૂનિટ્સ હતી. ચોથા સ્થાને રહેનારી મહિન્દ્રા XUV300 આ લિસ્ટમાં નંબર 4 પર રહી અને 2519 યૂનિટ વેચાઇ. ફોર્ડની ઈકોસ્પોર્ટ ટોપ 5માં સ્થાન મેળવવામાં સફળ રહી. જેની 2438 યૂનિટ વેચાઇ છે.

બ્રેઝાની દિલ્હીમાં એક્સશોરૂમ કિંમત 8.24 લાખ રૂપિયાથી લઇ 11.16 લાખ રૂપિયા સુધી છે. મારુતિની નવી બ્રેઝામાં BS6 1.5 લીટર પેટ્રોલ એન્જિન છે. ફેબ્રુઆરી પહેલા બ્રેઝા 1.3 લીટર ડીઝલ એન્જિનની સાથે આવતી હતી. બ્રેઝા ફેસલિફ્ટનું એન્જિન મારુતિ સિયાઝથી લેવામાં આવ્યું છે. જે 1.5 લીટર K15B પેટ્રોલ એન્જિન 103 bhp પાવર અને 138 Nm ટોર્ક નજરેટ કરે છે. જેની સાથે 5 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મોજૂદ છે.

ઓટોમેટિક ગિયરબોક્સ વેરિઅન્ટમાં મારુતિની સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજી પણ મળશે. મેન્યુઅલ ગિયરબોક્સની સાથે 17.03 કિલોમીટર, જ્યારે સ્માર્ટ હાઈબ્રિડની સાથે આવનારા ઓટોમેટિક ટ્રાન્સમિશન વેરિઅન્ટનું માઈલેજ 18.76 કિલોમીટર પ્રતિ લીટર છે.

કંપનીએ નવી વિટારા બ્રેઝા ફેસલિફ્ટને ઓટો એક્સપો 2020માં રજૂ કરી હતી. આ કારને જ્યાં ઘણાં ફીચર્સ મળ્યા છે. તો વિઝ્યુઅલ અપડેટ પણ જોઇ શકાય છે. જેના પ્રમુખ ફીચર્સમાં એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો કનેક્ટિવિટી, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલની સાથે ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સામેલ છે. આ કોમ્પેક્ટ SUV ગ્રાહકો માટે LXi, VXi, ZXi અને ZXi Plus ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 7.34 લાખ રૂપિયા અને 11.41 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp