મારુતિએ ઉતારી સસ્તી ફોર્ચૂનર, જાણો શું છે તેના ફીચર્સ અને કિંમત

PC: globalsuzuki.com

મારુતિ સુઝુકીએ ભારતીય બજારમાં એક નવી SUV XL7 રજૂ કરી છે. આ કાર Ertiga MPV પર આધારિત છે, પરંતુ પૂરી રીતે અલગ લુક અને ફીચર્સ સાથે આવે છે. મારુતિ સુઝુકી XL7 એક પ્રીમિયમ 3 પંકિત SUV છે જે ઘણી નવી વિશેષતાઓ અને સ્પેશિયલ ફીચર્સ સાથે આવે છે, જે તેને એક શાનદાર અને આરામદાયક પારિવારિક કારની તપાસ કરનારા ખરીદદારો માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે. ચાલો આ આર્ટિકલમાં જાણીએ મારુતિ સુઝુકી XL7ની વિશેષતાઓ અને સ્પેશિયલ ફીચર્સ વિશે.

કેવી દેખાશે મારુતિ સુઝુકી XL7?

XL7ની બાહ્ય ડિઝાઇન સૌથી પહેલા લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ એક બોલ્ડ અને આક્રમક ફ્રન્ટ ગ્રીલ, સ્લીક LED હેડલાઇટ્સ અને એક મસ્કુલર બમ્પર સાથે આવે છે. કારામાં સ્કિડ પ્લેટ, રુફ રેલ્સ અને ડાયમંડ કટ અલોય વ્હીલ પણ છે. જે તેને સ્પોર્ટી અને પ્રીમિયમ લુક આપે છે. XL7ની પાછલી ડિઝાઇન પણ ખૂબ શાનદાર છે, જેમ એક તેજ દેખાતી LED ટેલલાઇટ છે જે કારની પૂરી પહોળાઈ સુધી ફેલાયેલી છે. મારુતિ સુઝુકી XL7ની કેબિન મોટી અને સારી રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં પેસેન્જરની 3 હરોળ માટે પર્યાપ્ત લેગરુમ અને હેડરુમ છે.

કારમાં 7 ઈંચનો સ્માર્ટપ્લે સ્ટુડિયો ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે એન્ડ્રોઇડ ઓટો અને એપ્પલ કારપ્લે બંનેને અનુકૂળ છે. XL7માં ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, કીલેસ એન્ટ્રી અને એક પુશ બટન સ્ટાર્ટ પણ છે. ટોપ ઓફ લાઇન જેટા અને આલ્ફા વેરિયન્ટ ચામડાથી લપેટાયેલું સ્ટિયરિંગ વ્હીલ અને ચામડાના અસબાબ સાથે આવે છે.

XL7ના સેફ્ટી ફીચર્સ:

મારુતિ સુઝુકી XL7માં ઘણી સુરક્ષા સુવિધાઓ સાથે આવે છે, તેમાં ડબલ એરબેગ, EBD સાથે ABS, રિયર પાર્કિંગ સેન્સર, એક રિયરવ્યૂ કેમેરો અને હિલ હોલ્ડ કંટ્રોલ સામેલ છે. કારમાં ડ્રાઈવર અને સહ-ચાલક માટે સીટબેલ્ટ રિમાઈન્ડર અને વધારાની સુરક્ષા માટે એક એન્જિન ઇમ્મોબિલાઇઝર પણ છે.

XL7માં 1.5 લીટર K15B પેટ્રોલ એન્જિન છે જે 103 bhp અને 138Nmનો ટોર્ક જનરેટ કરે છે. એન્જિનને 5 મેન્યુઅલ કે 4 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યા છે. આ કાર મારુતિ સુઝુકીની SHVS (સુઝુકી દ્વારા સ્માર્ટ હાઇબ્રીડ વાહન) ટેક્નિક સાથે પણ આવે છે જે સારા ઈંધણ વપરાશને ઓછો કરવા માટે ડબલ બેટરી પ્રણાલીનો ઉપયોગ કરે છે. XL7ની મેન્યુઅલ વેરિયન્ટ માટે 19.01 કિલોમીટર/કલાક અને બીજા વેરિયન્ટમાં 17.99 કિલોમીટર પ્રતિકલાકની એવરેજ છે.

XL7 બે વેરિયન્ટ Zeta અને Alphaમાં ઉપલબ્ધ છે. Zetaની કિંમત 9.85 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) છે, જ્યારે Alpha વેરિયન્ટની કિંમત 10.36 લાખ રૂપિયા (એક્સ શૉરૂમ) છે. કાર 6 અલગ અલગ રંગોમાં ઉપલબ્ધ છે. આર્ક્ટિક વ્હાઇટ, મેગ્મા ગ્રે, નેક્સા બ્લૂ, બ્રેવ ખાકી, ઓર્બન રેડ અને મિડનાઇટ બ્લેક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp