MG Astor SUV રીવિલઃ દેશની પહેલા આર્ટિફિશિયલ ઈંટેલિજેંસવાળી કાર

PC: firstpost.com

એમજી મોટર ઈન્ડિયાએ બુધવારે પોતાની MG Astor કાર પરથી પરદો ઉઠાવી લીધો છે. આ કંપનીની વર્તમાન કાર MG ZS EVનું પેટ્રોલ વર્ઝન છે. પણ કંપનીએ આ કારમાં ઘણાં ફીચર્સ આપ્યા છે, જે આને દેશની પહેલી AI(આર્ટિફિશિયલ ઈંટેલિજેંસ) વાળી કાર બનાવે છે.

MG Astorમાં કંપનીએ પર્સનલ એઆઈ અસિસ્ટેંટ આપ્યું છે. આ પર્સનલ AIને અવાજ પૈરાઓલમ્પિક ખેલાડી અને ભારત રત્ન દીપા મલિકે આપ્યો છે. આ એસયૂવી સેગમેન્ટમાં દેશની પહેલી AI કાર છે.

MG Astorમાં કંપનીએ 14 એવા ફીચર્સ આપ્યા છે જે આ કારને ઓટોનોમસ લેવલ 2 બેસ્ડ કાર બનાવે છે. આ ટેક્નોલોજીને મજબૂતી મળે છે કારમાં આપવામાં આવેલા 6 રડાર અને 5 કેમેરાથી. આનાથી કારની સેફઅટી વધે છે અને આ ડ્રાઈવિંગના અનુભવને સુરક્ષિત બનાવે છે.

કંપનીએ MG Astorને એક બોલ્ડ લુક આપ્યો છે. આના ફ્રંટ પર સેલેસ્ટિયલ ગ્રિડ છે. તો લેપર્ડ શોલ્ડર લાઇન આ કારને દમદાર લુક આપે છે. વધુ એક ખાસ વાત આના LED હેડલેમ્પ છે જેની અંદર ડાયમંડ કટ આપવામાં આવ્યું છે. જે તેના ફ્રંટને પાવરફુલ બનાવે છે.

કંપનીએ MG Astorની ઈંટીરિયર થીમને ડ્યુઅલ ટોન કલર આપ્યો છે. આ કલર થીમરેડ, બ્લેક અને ઓરેંજ પર બેસ્ડ છે. તો કારમાં 7 ઈંચનું ઈન્ફોટેનમેન્ટ ટચ સ્ક્રીન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 6 એરબેગ, એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, એયર ફિલ્ટર, પેનારેમિક સ્કાઇ રૂફ જેવા ઘણાં ફીચર્સ આપવામાં આવ્યા છે.

MG Astorમાં કંપની એપલ કારપ્લે અને એન્ડ્રાઈડ ઓટોને સ્ટાન્ડર્ડ ફીચર તરીકે ઉપલબ્ધ કરાવશે. આનાથી કારમાં એક કનેક્ટેડ કારના લગભગ દરેક ફીચર મળશે. આનાથી ડ્રાઈવરને પોતાનું ધ્યાન ભટકાવ્યા વિના પોતાના ફોનથી જરૂરી સૂચનાઓ પ્રાપ્ત કરવા અને મનોરંજન કરવાથી જોડાયેલા કામ કરવામાં મદદ મળે છે.

MG Astorને કંપનીએ 2 એન્જિન ઓપ્શનમાં રજૂ કરી છે. આમાં પહેલો ઓપ્શન બ્રિટ ડાયનેમિક 220 ટર્બો પેટ્રોલ એન્જિનનો રહેશે. જે 6 સ્પીડવાળા ઓટો ટ્રાંસમિશનની સાથે આવશે. જે 220Nmનો ટોર્ક અને 140Psનો પાવર જનરેટ કરશે. બીજુ મેન્યુઅલ ટ્રાન્સમિશનવાળી વીટીઆઈ ટેક પેટ્રોલ એન્જિન રહેશે. તેનું ગિયરબોક્સ 8 સ્પીડ સીવીટી રહેશે. આ એન્જિન 144 એનએમનો ટોર્ક અને 110પીએસનો પાવર આપે છે.

MG Astorમાં કંપનીએ 80થી વધારે સ્માર્ટ અને ઈન્ટરનેટ ફીચર્સ આપ્યા છે. તો 27 સેફ્ટી ફીચર્સ પણ છે. હજુ કંપનીએ આ કારની કિંમત બહાર પાડી નથી. પણ આ કાર 11 લાખ રૂપિયાથી શરૂ થવાની સંભાવના છે. કંપની MG Astorની બુકિંગ 19 સપ્ટેમ્બરથી શરૂ કરવા જઇ રહી છે અને આ જ દિવસે આ કાર MG મોટરના શોરૂમમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp