1 લાખનો iPhone X 64 લાખમાં વેચાયો, જાણો તેનું કારણ

PC: siasat.com

જુના iPhoneને મોડિફાઈડ કરીને લાખો રૂપિયામાં વેચવાને રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. સેનફ્રાન્સિસ્કોમાં રહેતા એક યુઝરે iPhone Xને મોડિફાઈડ કરીને 86001 ડૉલર (આશરે 64 લાખ રૂપિયા)માં વેચી દીધો. Appleએ iPhone Xને 2017માં લોન્ચ કર્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, મોડિફાઈડ iPhoneમાં ના તો સોનુ-ચાંદી લાગેલુ હતું, ના તેમા હીરા કે મોતી જડવામાં આવ્યા હતા. તેમ છતા 1 લાખ રૂપિયાની કિંમતનો iPhone તેની કિંમત કરતા 64 ગણો મોંઘો વેચાયો. ભારતમાં iPhone Xના ટોપ મોડલની લોન્ચિંગ પ્રાઈઝ 1.02 લાખ રૂપિયા હતી. હવે તમે વિચારતા હશો કે આખરે iPhone Xમાં એવુ તે શું કરવામાં આવ્યું કે તે આટલો મોંઘો વેચાયો.

iPhoneમાં ચાર્જિંગ માટે લાઈટનિંગ પોર્ટ આપવામાં આવે છે. આ વખતે આશા હતી કે, કંપની iPhone 13ની સાથે USB ટાઈપ C  પોર્ટ આપશે, પરંતુ એવુ ના થયુ. એવામાં એક એન્જિનિયરીંગ સ્ટુડન્ટ કેન પિલોનેલે iPhone Xમાં જ USB ટાઈપ C પોર્ટ લગાવી દીધો. આ પોર્ટને લગાવ્યા બાદ પણ iPhone કામ કરી રહ્યો છે. બાદમાં કેને આ ફોનને eBay પર નીલામી માટે મુકી દીધો.

iMoreના એક રિપોર્ટ અનુસાર, આ મોડિફાઈડ USB ટાઈપ C વાળા iPhone Xને તેણે ઓક્શન માટે 1 નવેમ્બરે મુક્યો હતો. ધીમે-ધીમે લોકોએ તેમા રસ દાખવ્યો. શરૂઆતમાં તેના માટે 1600 ડૉલરની બોલી લાગી. બાદમાં આ બોલી 86 હજાર ડૉલર સુધી પહોંચી ગઈ. બોલી લગાવનારી એક વ્યક્તિ આટલા રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગઈ.

iPhone Xના સ્પેસિફિકેશન્સ

  • આ સ્માર્ટફોનમાં 5.8 ઈંચ સુપર રેટિના ડિસ્પ્લે આપવામાં આવી છે. તે ફેસ ID અને વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
  • તેમા સ્ટેનલેસ સ્ટીલ બોડી આપવામાં આવી છે. આ iPhone વોટર અને ડસ્ટ રેસિસ્ટન્ટ્સ ફીચર્સની સાથે આવે છે.
  • તેમા A11 બાયોનિક પ્રોસેસર આપવામા આવ્યું છે. ફોન મશીન લર્નિંગ, ઑગ્મેન્ટેડ રિયાલિટી (AI), 3D ગેમિંગને સપોર્ટ કરે છે.
  • ફોનમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. બંને લેન્સ 12 મેગાપિક્સલના છે.
  • આ ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન (OIS) સાથે આવે છે. ન્યૂ કલર ફિલ્ટર, ડીપર પિક્સલ તેમજ ઈમેજ સિગ્નલ પ્રોસેસર પણ આપવામાં આવ્યું છે.
  • સેલ્ફી લેવા માટે 7 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવે છે. તે ફ્રન્ટ ફેસિંગ ફેસટાઈમ HD કેમેરો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp