જેટલી વખત પૃથ્વીનું તાપમાન 1 ડિગ્રી વધશે, ભારતમાં 5 ટકા વરસાદ વધારે પડશેઃ સ્ટડી

PC: aajtak.in

ભારતમાં હવે વરસાદમાં 5 ટકાનો વધારો જોવા મળશે. કારણ કે જેટલી વખત પૃથ્વીનું તાપમાન ગ્લોબલ વોર્મિંગને કારણે 1 ડિગ્રી વધશે, તેટલી વખત ભારતમાં વરસાદ દર વખત કરતા 5 ટકા વધારે પડશે. પરિણામ એ જ આવશે, દર વખતની જેમ પૂર, કરોડો રૂપિયાનું નુકસાન અને લાખો એકરમાં ફેલાયેલો પાક ખરાબ થશે. આ ખુલાસો કર્યો છે પર્યાવરણ પરિવર્તન પર સ્ટડી કરનારા એક પ્રોફેસરે. તો ચાલો જોઈ લઈએ ભારતના વરસાદને લઈને તેમનું શું કહેવું છે.

પોટ્સડેમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ક્લાઈમેટ ઈમ્પેક્ટ રિસર્ચના વૈજ્ઞાનિક પ્રોફેસર એન્ડર્સ લીવરમેને ગ્લોબલ વોર્મિંગને કારણે ભારતના વરસાદ પર થનારી અસરની સ્ટડી કરી છે. તેમની આ સ્ટડી અર્થ સિસ્ટમ ડાયનેમિક્સ નામની સાઈટ પર પ્રકાશિત પણ થઈ છે. પ્રો. એન્ડર્સે કહ્યું છે કે અમારી સ્ટડીમાં એ વાત સામે આવી છે કે ભારતમાં વરસાદ વધારે તબાહી મચાવશે. આ દર વર્ષે ખરાબ થતો જશે. સાથે જ તેનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ થશે. એન્ડર્સે કહ્યું છે કે છેલ્લા ક્લાઈમેટ મોડલની સરખામણી અત્યારના મોડલની સાથે કરીએ તો ભારતમાં ચોમાસાનો વરસાદ વધારે તાકાતવર થવાનો છે.

ભારતમાં સામાન્ય રીતે વરસાદની સીઝન જૂન મહિનામાં શરૂ થાય છે અને સપ્ટેમ્બરના અંત સુધી ચાલે છે. ભારતની વસ્તી આ વરસાદથી મળતા પાણીને પીવે છે. ખેતીમાં તેનો ઉપયોગ થાય છે. પ્રો. એન્ડર્સે કહ્યું કે આ સદીના અંત સુધી દર વર્ષે જેટલું ગ્લોબલ વોર્મિંગનું તાપમાન વધશે તેટલો ભારતમાં વરસાદનો તાગ મેળવવો મુશ્કેલ બનતો જશે. અને વરસાદ પણ પહેલા કરતા વધારે પ્રમાણમાં થશે. પ્રોફેસરે પોતાની આ સ્ટડીમાં ક્લાઈમેટ મોડલ 31નો ઉપયોદ કર્યો છે. આ અત્યારની જનરેશનનું મોડલ છે, જે ભારતના ચોમાસાની સીઝનના આગામી ચાર વર્ષોનું અનુમાન લગાડે છે. આ અનુમાન વૈશ્વિક તાપમાન વધવાના આધાર પર હોય છે.

આ મોડલમાં ઔદ્યોગિક વિકાસ પછી મહત્તમ તાપમાન અને પેરિસ એગ્રિમેન્ટ હેતુના મહત્તમ તાપમાન 2 ડિગ્રી સે. ને સ્ટાન્ડર્ડ માનવામાં આવ્યું છે. તેનાથી ગ્રીનહાઉસ ગેસને માપવામાં આવે છે. તેના દ્વારા કાર્બનના ઉત્સર્જનની સ્ટડી પણ કરવામાં આવે છે. સાથે જ તેના દ્વારા દુનિયાના અલગ અલગ દેશોમાં ચોમાસાનો વરસાદ અથવા તોફાની વરસાદની ગણતરી કરવામાં આવે છે. જો પૃથ્વીનું તાપમાં 2 ડિગ્રી વધી જાય છે તો ભારતમાં વરસાદની ટકાવારીમાં 10 ટકાનો વધારો જોવા મળશે, પરંતુ જે રીતે ગ્રીન હાઉસ ગેસ અને ગ્લોબલ વોર્મિંગ વધી રહ્યું છે તે હિસાબથી સદીના અંત સુધીમાં ચોમાસાનો વરસાદ 24 ટકા સુધી વધી ગયો હશે.

આ ભવિષ્યવાણી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ભારતમાં 19650થી લઈને 21મી સદીની શરૂઆત સુધીના દરેક ચોમાસાના વરસાદમાં કમી જોવા મળી છે. તેની પર પ્રોફેસરનું કહેવું છે કે આ ભારતમાં સતત વધી રહેલા એર પોલ્યુશનને લીધે થયું છે. કારણ કે 1950 પછી ભારતમાં ઈન્ડ્સ્ટ્રી, ટ્રાન્સપોર્ટ, વિકાસ, રસ્તાઓ બનવાની સાથે એર પોલ્યુશનમાં એટલો વધારો થયો કે પાણી ગરમીમાં જ્યારે બાષ્પ બનીને ઉપર જશે જ નહીં તો વરસાદ કેવી રીતે થશે. આગામી બે દશક પછી દુનિયામાં કોઈ પણ વૈજ્ઞાનિક મોસમાં થનારા પરિવર્તનો અંગે ભવિષ્યવાણી કરી શકશે નહીં કારણ કે તેના પછી સદીના અંત સુધી મોસમ અને પર્યાવરણની સ્થિતિ એકદમ ખરાબ થઈ ગઈ હશે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp