ઓટો કમ્પોનેટ ઉદ્યોગમાં મુશ્કેલીઓ વધી, 6 મહિનામાં 1 લાખ લોકો બેરોજગાર

PC: intoday.in

પહેલા ઓટો મોબાઈલ ઉદ્યોગ અને હવે ઓટો કંપોનેટ ઉદ્યોગમાં આર્થિક ફટકો પડ્યો છે. દિવાળીની સીઝન પૂરી થતા જ ઓટો ઉદ્યોગને ફરી એક મોટો આંચકો સહન કરવાનો વારો આવ્યો છે. કંપોનેટ ઉદ્યોગના જણાવ્યા અનુસાર છેલ્લા છ મહિનામાં સમગ્ર વ્યાપાર માત્ર 10 ટકાએ આવીને અટકી ગયો છે. જેના કારણે 1 લાખથી વધારે લોકોની નોકરીઓ જતી રહી છે. PTIના રિપોર્ટ અનુસાર ઉદ્યોગ સંગઠન ઓટોમોટિવ કંપોનેટ મેન્યુફેક્ચર્સ એસો.ને જણાવ્યું હતું કે, ઓટો માર્કેટમાં સ્લો ડાઉનની અસર નાના પાર્ટ બનાવતી કંપનીઓ પર પડી છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઓટો કંપોનેટ ઉદ્યોગે કુલ 1.79 લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર કર્યો હતો.

ગત વર્ષની સાથે જો તુલના કરવામાં આવે તો આ વેપાર એના કરતા 10 ટકા ઓછો છે. ગત વર્ષે ઓટો કંપોનેટ ઉદ્યોગનો કુલ વ્યાપાર 1.99 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. ઓટો ઉદ્યોગમાં સુસ્તીને કારણે રોકાણને સીધી અસર થઈ છે. ઓટો કંપનેટ ઉદ્યોગને 2 અબજ ડૉલરના રોકાણનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અધ્યક્ષ દીપક જૈનના જણાવ્યા અનુસાર ઓટો ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી સુસ્તીની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષથી દરેક કેટેગરીના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત ઓક્ટોબરથી આ વર્ષના જુલાઈ મહિના સુધી અનેક લોકોએ નોકરી ગુમાવી છે. શૉ-રુમમાંથી અનેક કર્મચારીઓને છૂટા કરવામાં આવી રહ્યા છે.

આશરે એક લાખ લોકોએ આ ક્ષેત્રમાંથી નોકરી ગુમાવી છે. કંપોનેટ ઉદ્યોગનો ગ્રોથ ઓટો સેક્ટરની સક્રિયતા પર આધાર રાખે છે. આ વખતે વાહન ઉત્પાદનમાં જ 20 ટકાનો ઘટાડો નોંધાતા કંપોનેટ ઉદ્યોગ પર માઠી અસર થઈ છે. છેલ્લા આઠ મહિનાથી ઓટો સેક્ટર અતિ મંદીના સમયમાંથી પસાર થઈ રહ્યું છે. નવી કંપનીની કાર કરતા જૂની કારના વેચાણમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. મારુતી સુઝુકી, અશોક લેલેન્ડ અને હ્યુડાઈ જેવી અનેક નાની-મોટી કંપનીઓએ પોતાના ઉત્પાદનમાં ખતરનાક બ્રેક મારી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp