Moto Tech3 trix3-1 રિવ્યૂઃ આ ઈયરફોન બીજાથી ઘણા અલગ છે

PC: aajtak.in

motorolaના ઓડિયો પ્રોડક્ટ્સ ભારતીય માર્કેટમાં ઓછા જોવા મળે છે. હાલમાં જ કંપનીએ 3-1 ઈયરફોન ભારતમાં લોન્ચ કર્યા છે. 3-1 એટલે કે તે ત્રણ રીતે કામ કરશે. Motorolaના સ્માર્ટફોન બિઝનેસ લિનોવો હેઠળ આવે છે, જે એક ચીની કંપની છે. પરંતુ Levonpએ મોટોરોલાની એક લાયસન્સ બ્રિટનની કંપની Binatoneને પણ વેચ્યું હતું. જેનાથી સંભવતઃ ઓડિયો પ્રોડક્ટ્સ સામેલ છે.

Motorolaના આ ઈયરફોન પણ બીનાટોન તરફથી છે, જે બ્રિટનની કંપની છે. આ ઈયરફોન બેઝીકલી ત્રણ યુઝકેસ છે. પહેલું- તમે તેને ટ્રુ વાયરલેસ ઈયરફોન તરીકે વાપરી શકશો. બીજી રીતે તમે તેને નેકબેન્ડની જેમ ગળામાં પણ યુઝ કરી શકો છો. તે સિવાય તેની સાથે વાયર કનેક્ટ કરીને તમે કોમ્પ્યુટર અને હેડફોન જેકમાં લગાવીને વાપરી શકો છો.

ઘણી વખત લોકો TWS ટ્રુ વાયરલેસ ઈયરફોન્સ માત્ર એટલા માટે નથી ખરીદતા કારણ કે તેમને ડર છે કે તે કાનમાંથી પડી જશે. મોટોરોલાના આ ઈયરફોન્સ આ મામલામાં ઘણા સારા છે. કારણ કે તમે તેને ઈચ્છો તો નેકબેન્ડ તરીકે પણ પહેરી શકો છો. બીજો ફાયદો છે કે જે લેપટોપ અને કોમ્પ્યુટરમાં બ્લૂટુથ કનેક્ટીવીટી નથી ત્યાં પણ તેને ડાયરેક્ટ વાયરથી તેનો ઉપયોગ કરી શકશો.

ફોનમાં બેટરી ઓછી છે તો આવી સ્થિતિમાં પણ તમે તેને હેડફોન જેક સાથે ડાયરેક્ટ લગાવી શકો છો. Motorolaના આ ઈયરફોનનું કવર બાકીના ટ્રેડિશનલ TWS ઈયરફોન્સથી ઘણા અલગ છે. તેનું બોક્સ થોડું મોટું છે અને રાઉન્ડ શેપનું છે. બોક્સમાં ઈયરબડ્સ અને બે અલગ અલગ વાયર છે. બોક્સની ચારે બાજુ વાયરને લપેટી શકાય છે, જેનાથી વાયર ગુંચવાય નહીં. તેને વાપરવું ઘણું સરળ છે અને વાપર્યા પછી બોક્સની ચારેબાજુ લપેટવું પણ ઘણું સરળ છે.

ઈયર બડ્સ થોડા મોટા દેખાય છે. અને તેની પર મોટોરોલાનો મોટો લોગો બનેલો છો. તેની ડિઝાઈન ઘણી સારી છે કે તે કાનમાં પણ સારી રીતે ફીટ થઈ જાય છે. બ્લેક કલરનું બોક્સ થોડું ભારે છે અને તેની સાથે ચાર્જિંગ માટે સી-ટાઈપ કેબલ આપ્યો છે. તમે આ ઈયરફોનને તમારા ફોન સાથે ડાયરેક્ટ કનેક્ટ કરી શકો છો. એપ સ્ટોરમાંથી હુબલ એપ ડાઉનલોડ કરીને કનેક્ટ કરી શકો છો. આ ઈયરફોન એમેઝોન એલેક્ઝા અને ગુગલ આસિસ્ટન્ટને પણ સપોર્ટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp