ભારતનો સૌથી સસ્તો 5G ફોન Moto G 5G થયો લોન્ચ, જાણો કિંમત

PC: CNET.com

Motorolaએ ભારતમાં Moto G 5G ફોન લોન્ચ કરી દીધો છે. કંપનીએ જેવું કહ્યું હતું તે રીતે જ ભારતમાં સૌથી ઓછી કિંમતવાળો 5G સ્માર્ટફોન છે. તેની કિંમત 20,999 રૂપિયા રાખવામાં આવી છે. ભારતમાં હાલમાં 5G ઉપલબ્ધ તો નથી, પરંતુ એક-બે વર્ષની અંદર 5G નેટવર્ક આવી શકશે. તે માટે 5G સ્માર્ટ ફોન ખરીદવો લોકો માટે એક રીતે જરૂરી પણ છે કારણ કે તે ફ્યુચર પ્રૂફ રહેશે.

Moto G 5G સાથે ઘણી ઓફર્સ પણ આપવામાં આવી રહી છે. કંપનીના કહેવા પ્રમાણે, 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે. તેના માટે HDFC બેંકના કાર્ડથી તેને ખરીદવો પડશે. Moto G 5Gનું વેચાણ ભારતમાં 7 ડિસેમ્બરથી શરૂ થશે. તેને Flipkart પરથી પણ ખરીદી શકાશે. કંપનીએ આ સ્માર્ટફોનને ગ્રે અને સિલ્વર કલરના ઓપ્શન સાથે લોન્ચ કર્યો છે.

Moto G 5Gમાં 6.7 ઈંચની મેક્સ વિઝન ડિસપ્લે આપવામાં આવી છે, જેનો એકપેક્ટ રેશિયો 20:9નો છે. આ સ્માર્ટફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર આપવામાં આવ્યું છે. Moto G 5Gમાં 6GB રેમની સાથે 128 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે. માઈક્રો એસડી કાર્ડ દ્વારા પણ તેને 1 TB સુધી વધારવામાં આવી શકાશે.

આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે અને તેની સાથે 20W ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવ્યું છે. Moto G 5Gમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. અપાર્ચર f/1.7 સાથે પ્રાઈમરી લેન્સ 48 મેગાપિક્સેલનો છે, બીજો કેમેરો અપાર્ચર f/2.2 સાથે 8 મેગાપિક્સેલનો અને ત્રીજો 2 મેગાપિક્સેલનો માઈક્રો સેન્સર છે, જેમાં અપાર્ચર f/2.4 આપવામાં આવ્યું છે. જ્યારે સેલ્ફી માટે આ ફોનમાં અપાર્ચર f/2.2 સાથે 16 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

Moto G 5Gમાં કનેક્ટિવીટી માટે USB ટાઈપ સી આપવામાં આવ્યું છે. તેમાં રિયર ફીંગરપ્રિન્ટ સ્કેનર છે અને આ ફોનમાં એન્ડ્રોઈડ 10 સોફ્ટવેર આપવામાં આવ્યું છે, તે ઉપરાંત ફોનમાં બ્લૂટુથ 5.0, Wi-Fi 802.11AC, GPS અને NFC જેવા ફીચર્સ આપ્યા છે.  ફોનને ધૂળથી બચાવવા માટે તેમાં IP52 સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. ફોનનું વજન 212 ગ્રામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp