સૂર્યની 25મી સાઇકલ શરૂ, જાણો તેની સપાટી પર કેવા કેવા તૂફાનો ઉઠશે, જુઓ Photos

PC: nasa.gov

સંપૂર્ણ ધરતી માટે એકમાત્ર ઊર્જા સ્ત્રોત સૂર્યની 25મી સાઇકલ શરૂ થઇ ગઇ છે. NASA અને NOAAના વૈજ્ઞાનિકોએ બુધવારે તેની જાહેરાત કરી અને જણાવ્યું કે ત્યાર પછી સૂર્યની સપાટી પર કેવા પ્રકારના ફેરફાર આવી શકે છે. તેમણે એવું પણ કહ્યું કે સૂર્ય એટલો પરિવર્તનશીલ છે કે આ ઈવેન્ટની કોઇ તારીખ કે દિવસ વિશે જાણ કરી શકાય નહીં પણ એટવું નક્કી છે કે સાઇકલ સૂર્યની સપાટી પર ખાસ્સા ફેરફાર લાવી શકે છે.

સાઇકલમાં ફેરફારથી શેની જાણ થાય છે

સૂર્યની સાઇકલમાં ફેરફારની કોઈ નિશ્ચિત સમય સીમા હોતી નથી. તે કોઇકવાર ઓછા સમયમાં પણ હોઇ શકે છે અને ક્યારેક વધારે સમય માટે પણ હોય. સાઇકલમાં ફેરફારની તપાસ કરવા માટે વૈજ્ઞાનિક સૂર્યના ધબ્બાનો ઉપયોગ કરે છે. આ જ સ્પોટ્સ સૂર્યમાં થનારા ફેરફારોને રિફ્લેક્ટ કરે છે. હાલમાં જ એવા ફેરફારો થયા છે જે જણાવે છે કે સૂર્યની સાઇકલ બદલાઇ ગઇ છે.

નાસા વૈજ્ઞાનિક લિકાએ જણાવ્યું કે, હાલમાં જ સૂર્યની સપાટી પર ઉઠતી તેજ જ્વાળાઓ કે કોરોનિયલ વેવ જોવા મળી હતી. જેનાથી જાણ થાય છે કે સૂર્યએ પોતાની નવી સાઇકલ શરૂ કરી દીધી છે. આ ફેરફાર પછી સૂર્યની સપાટી પર પણ ઘણી ગતિવિધિઓ થશે. જેને લીધે તે અવકાશમાં તેજ રોશની, આગની જ્વાળા, તેજ ઊર્જા કે સૌર તત્વ વગેરે ફેકશે. આ પરિવર્તન સૌર તૂફાનોનું કારણ પણ બનશે.

અન્ય એક વૈજ્ઞાનિક ફ્રેડરિક ક્લેટે કહ્યું કે, અમે આ નાના સ્પોટ્સનો વિસ્તૃત રેકોર્ડ રાખીશું, જેમણે અમને નવી સાઇકલ વિશે જાણ કરી છે.

25મી સાઇકલ પહેલા હતી આવી સ્થિતિ

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અગત્યની જાહેરાતો કરતા નાસાએ જણાવ્યું કે, સૂર્ય ભલે હવે આટલા પરિવર્તનો અને સક્રિયતા માટે તૈયાર થઇ ગયો છે પણ થોજા સમય પહેલા સુધી પરિસ્થિતિ એકદમ અલગ હતી. સૂર્ય ઘણાં મહિનાઓથી ઓછો ચમકતો હતો, તેની રોશનીમાં પણ કમી જોવા મળી હતી. તેની પાછળનું કારણ તેની સક્રિયતામાં ઘટાડો થવાનું હતું.

જોકે, આવું માત્ર અમુક મહિનાઓમાં જ નથી થયું, બલ્કે સૂર્યની પાછલા અમુક સમયથી ચાલી રહેલી નિષ્ક્રિયતા જ સાઇકલોમાં ફેરફારનું કારણ બની છે. કારણ કે જ્યારે પણ સૂર્ય નિષ્ક્રિય બને છે તેના અમુક મહિના કે વર્ષો પછી તેની સક્રિયતામાં તેજી આવે છે.

લિકા કહે છે કે, આપણે એ યાદ રાખવું જોઇએ કે સૂર્યની ગતિવિધિ ક્યારેય પણ ખતમ થશે નહીં, માત્ર તેમાં કોઇ પેંડુલમની જેમ ઉતાર-ચઢાવ આવતા રહેશે.

સતાવી રહ્યો છે આ ડર

થોડા સમય પહેલા જર્મનીના મેક્સ પ્લેંક ઈન્સ્ટિટ્યૂટે દાવો કર્યો હતો કે સૂર્યની ચમક પાછલા 9000 વર્ષથી ફીકી પડી રહી છે. જે કદાચ સૂર્યના નબળા પડવાની નિશાની છે. પણ તેને લઇ તેમનો એ વિચાર પણ છે કે સૂર્યની સક્રિયતામાં આવેલી આ કમી કદાચ આવનારા મોટા તોફાન પહેલાની શાંતિ તો નથી.

વૈજ્ઞાનિકોએ સૂર્યની ઘટતી ચમકની તુલના આકાશગંગાના લગભગ દોઢ હજાર તારાઓ સાથે કરી અને જાણવા મળ્યું કે, ખરેખર સૂર્ય પાછલા ઘણાં હજારો વર્ષોથી ખૂબ શાંત છે. એટલું જ નહીં પાછલા 400 વર્ષોમાં તો સૂર્ય પર બનનારા સનસ્પોટ્સમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. એમ તો આ 500-1000 વર્ષોની વાતો સૂર્યની કુલ ઉમરની આગળ નગણ્ય છે કારણે સૂર્યની ઉંમર 4.6 બિલિયન વર્ષ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp