NASAએ શોધી કાઢ્યું ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર, જુઓ શું સ્થિતિ છે

PC: www.jagranjosh.com

અમેરિકાની સ્પેસ એજન્સી NASAએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને એક મોટો ખુલાસો કર્યો છે. NASAએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, લુનર રિકનૈસેંસ ઓર્બિટરે ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યું છે. NASAએ કરેલા દાવા અનુસાર ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો કાટમાળ તેની વાસ્તિવક ક્રેશ સાઈટથી 750 મી. દૂરથી મળી આવ્યો છે. કાળમાળના ત્રણ મહત્ત્વના ટુકડા 2x2ના છે. NASAએ રાત્રીના આશરે 1.30 વાગ્યે વિક્રમ લેન્ડરના ઈમ્પેક્ટની એક તસવીર જાહેર કરી હતી.

vikram_impact_ratio_1100_120319061131.png

NASAએ કહ્યું હતું કે, ભારતે છોડેલા ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરના કેટલાક ટુકડાઓ એમના ઓર્બિટરને મળી આવ્યા હતા. આ ફોટો એક કિમી દૂરથી લેવામાં આવ્યો છે. જેમાં સોશિયલ ઈમ્પેક્ટ નજરે ચડે છે. જ્યારે આ વિક્રમ લેન્ડર અથડાયું ત્યારે ચંદ્રની સપાટીને પણ કેટલુંક નુકસાન થયું હતું. આ મુદ્દે ઈસરોએ NASAનો સંપર્ક પણ કર્યો છે. જેમાં વિક્રમ લેન્ડર ઈમ્પેક્ટ સાઈટની પૂરી જાણકારી પણ માંગવામાં આવી છે. જેથી આગળનો અભ્યાસ કરી શકાય. NASA ઈસરોને લેન્ડરને લઈને તમામ પ્રકારની જાણકારી આપશે. જેનો પૂરતો અભ્યાસ કરવામાં આવશે.

ekzunqhxkaa7gq5_120319060536.jfif

આ પહેલા NASA પાસેથી લેન્ડરને લઈને વિગતો મળી આવશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કારણ કે એમનું લૂનર રિકનૈસેંસ એ જ સ્થાન પરથી પસાર થવાનું હતું.જ્યાં ભારતીય લેન્ડર અથડાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. અમેરિકાની અવકાશ એજન્સીએ આ પહેલા જણાવ્યું હતું કે, એમનું LRO 17 સપ્ટેમ્બરના રોજ વિક્રમ લેન્ડરની સાઈટ પરથી પસાર થયું હતું. જેની હાઈરિઝોલ્યુંશન તસવીર પણ સામે આવી હતી. પરંતુ, આ પહેલા NASAની LRO ટીમને લેન્ડરની સ્થિતિ અથવા ફોટો અંગે કોઈ જાણકારી મળી ન હતી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp