વૈજ્ઞાનિકોની નવી શોધ, વ્યક્તિના શરીરમાં શોધ્યું આ નવું અંગ

PC: ctvnews.ca

વૈજ્ઞાનિકોએ માનવીના શરીરમાં એક નવા અંગની શોધ કરી છે. નેધરલેન્ડના વૈજ્ઞાનિક એક નવા કેંસર સ્કેનની તપાસ કરી રહ્યા હતા, જ્યારે તેમણે ગળામાં એક નવા અંગની જાણ થઇ. શોધકર્તાઓએ જોયું કે માનવીના ગળાના ઉપરના ભાગમાં ગ્રંથિઓનું એક ગ્રુપ છે, જેના વિશે હજુ સુધી જાણ નહોતી થઇ.

વૈજ્ઞાનિકોએ શરીરમાં જાણ થયેલા નવા અંગને Tubarial salivary glands નામ આપ્યું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ અંગ નાકના લૂબ્રિકેશનમાં મદદ કરે છે. Radiotherapy and Oncology જર્નલમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે જો રેડિએશન ટ્રીટમેન્ટ દરમિયાન આ ગ્રંથિઓને પ્રભાવિત કરવામાં આવતી નથી તો તેનાથી લોકોને લાભ થઇ શકે છે.

નેધરલેન્ડવા એમ્સટર્ડમના કેંસર ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિક પ્રોસ્ટેટ કેંસરની તપાસ માટે તૈયાર કરવામાં આવેલા PSMA PET-CT નામના સ્કેનનું પરીક્ષણ કરી રહ્યા હતા. આ દરમિયાન ડૉક્ટર્સ એક રેડિયોએક્ટિવ ટ્રેસરને દર્દીના શરીરમાં ઈન્જેક્ટ કરે છે. રેડિયોએક્ટિવ ટ્રેસરના કારણે જ નવા અંગની જાણ થઇ.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્રંથિઓના જે સમૂહની જાણ થઇ છે તે 1.5 ઈંચ લાંબી છે. જે salivary glands જેવી જ છે. સ્ટડી દરમિયાન જે 100 દર્દીની તપાસ કરવામાં આવી, તે દરેકમાં આ અંગ મોજૂદ હતો. મેડિકલ રિસર્ચ સંબંધી ભારતીય પરિષદની કેંસર શાખા અનુસાર, ભારતમાં ગળા અને માથાનું કેંસર મોટા પ્રમાણમાં થાય છે. સાથે જ ઓરલ કેવિટીના કેંસરના કેસો પણ વધારે છે. ભારતમાં રેડિએશન ઓંકોલોજીના વિશેષજ્ઞ માની રહ્યા છે કે આ શોધથી કેંસર દર્દીઓના રેડિયોથેરાપીની સારવારમાં ખાસ્સી મદદ મળશે.

કેંસરની સારવારમાં રેડિએશનના સાઇડ ઇફેક્ટ એ હોય છે કે મોઢામાં લાર સંબંધી ગ્રંથીઓ ડેમેજ થઇ જાય છે. જેને કારણે મોઢું સૂકાઇ જાય છે એટલે કે દર્દીને ખાવામાં અને બોલવામાં લાંબા સમય સુધી તકલીફ પડે છે.

હવે જે નવી ગ્લેંડ્સની શોધ થઇ છે તેનાથી સલાઇવરી ગ્લૈંડ્સનો વધુ એક જોડ મળે છે. એમ્સ દિલ્હી રેડિએશન ઓંકોલોજીના વિશેષજ્ઞ ડૉ. પીકે જુલ્કાની રિપોર્ટ કહે છે કે માનવામાં આવી રહ્યું છે કે આ ગ્લૈંડ્સ કારણ કે ઉપરના ભાગમાં છે માટે રેડિએશનના દાયરાથી બહાર રહેશે, માટે વધુ સારી સારવાર સંભવ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp