NASA બનાવી રહ્યું છે એવું રોકેટ, જે માત્ર 45 દિવસમાં પહોંચાડશે મંગળ પર

PC: nasa.gov

અમેરિકા એવું રોકેટ બનાવી રહ્યું છે જે મંગળ ગ્રહ સુધી માત્ર 45 દિવસમાં પહોંચાડી દેશે. અત્યારે ઓછામાં ઓછું એક વર્ષ લાગી જાય છે. હકીકતમાં ચીન સતત સ્પેસ મિશનમાં અમેરિકા અને આખી દુનિયાને પડકાર આપી રહ્યું છે. એવામાં અમેરિકા તેનાથી પણ આગળ જવા માંગે છે. NASAએ પ્લાનિંગ કરી લીધી છે કે, તે પરમાણુ ઇંધણથી ઊડતું રોકેટ બનાવશે. જે માત્ર ને માત્ર 45 દિવસમાં સ્પેસક્રાફ્ટ કે માણસને મંગળ ગ્રહ સુધી પહોંચાડી દેશે.

માણસ અત્યાર સુધી ધરતીની નીચેની કક્ષા કે પછી ચંદ્રમા સુધી પહોંચી શક્યો છે, પરંતુ કોઇ અન્ય ગ્રહ સુધી કોઇ પણ દેશનો એસ્ટ્રોનોટ પહોંચ્યો નથી, પરંતુ મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે માત્ર રોકેટ જ નહીં, પરંતુ ઘણી નવી ટેક્નોલોજીની જરૂરિયાત પડશે. જેમ કે, લાઇફ સપોર્ટ સિસ્ટમ, રેડિએશન શિલ્ડિંગ, પાવર અને પ્રોપલ્શન સિસ્ટમ વગેરે. જ્યારે વાત આવે છે પાવર અને પ્રોપલ્શન સિસ્ટમની ત્યારે સૌથી મોટો સ્ત્રોત માનવામાં આવે છે, પરમાણુ ઈંધણ એટલે કે ન્યૂક્લિયર ફ્યૂલ.

NASA અને સોવિયત સ્પેસ પ્રોગ્રામે દશકો વિતાવ્યા છે, ન્યૂક્લિયર પ્રોપલ્શન સિસ્ટમને વિકસિત કરવામાં. થોડાં વર્ષો અગાઉ જ NASAએ પોતાનો ન્યૂક્લિયર રોકેટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેણે બાઇમોડલ ન્યૂક્લિયર થર્મલ રોકેટ પર કામ શરૂ કર્યું છે. BNTRમાં બે સિસ્ટમ છે, પહેલો છે ન્યૂક્લિયર થર્મલ પ્રોગ્રામ અને બીજો છે ન્યૂક્લિયર ઇલેક્ટ્રિક પ્રોગ્રામ. આ બંને પ્રોગ્રામ એવા છે જે હાલમાં ગણિત મુજબ ધરતીથી મંગળ સુધી દૂરી 100 દિવસમાં પૂરા કરી લેશે, પરંતુ ભવિષ્યમાં તેને ઓછાં કરીને 45 દિવસ કરી શકાય છે.

NASAએ આ વર્ષ માટે નવો પ્રોગ્રામ શરૂ કર્યો છે. તેનું નામ છે NASA ઇનોવેટિવ એડવાન્સ્ડ કોન્સેપ્ટ્સ (NIAC). તેના પહેલા ફેઝમાં NASA ન્યૂક્લિયર રોકેટ બનાવશે. NASAનું કહેવું છે કે, તે વેવ રોકેટ ટૉપિન્ગ સાઇકલની મદદથી ચાલતો ન્યૂક્લિયર પાવર્ડ રોકેટ બનાવશે. જે માત્ર 45 દિવસમાં મંગળ સુધી પહોંચી જશે. યુનિવર્સિટી ઓફ ફ્લોરિડામાં હાઇપરસોનિક પ્રોગ્રામ એરિયાના પ્રમુખ પ્રો. રયાન ગોસે કહે છે કે આ રોકેટ અંતરીક્ષ મિશનની દુનિયામાં ચમત્કાર હશે. તેનાથી તમે અંતરીક્ષની લાંબી દૂરીઓ ઓછામાં ઓછા સમયમાં પૂરી કરી શકાશે, પરંતુ તેને બનાવવામાં ખૂબ દિમાગ, ટેક્નિક અને પૈસાની જરૂરિયાત પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp