Nissanની આ કોન્સેપ્ટ SUVના કેબિનનો થયો ખુલાસો, જુઓ Photos

PC: twimg.com

Nissan Indiaએ Magnite સબકોમ્પેક્ટ SUVના કેબિન પરથી પરદો ઉઠાવી લીધો છે. જેનાથી તેની અંદરના હિસ્સાનો ખુલાસો થઇ ગયો છે. Magnite SUVને આવતા વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવશે અને તેના કેબિનને જોઇને અંદાજો લગાવી શકાય છે કે, તે ખૂબ જ પ્રીમિયમ હોવાની સાથે શ્રેષ્ઠ લુક વાળુ પણ છે. કારના ડેશબોર્ડ પર 3ડી હનીકોમ્બ ફીનીશ આપવામાં આવ્યું છે. તેના પર લાગેલા એસી વેન્ટ્સ પણ અલગ દેખાઇ રહ્યા છે. કારના ઈન્ટિરિયરની ઓફિશિયલ ફોટોમાં ડ્યુલઅલ ટોન કાળી અને લાલ થીમ નજર આવી રહી છે. જે કેબિનને મળેલી જગ્યાઓને પણ દેખાડી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે, કોન્સેપ્ટમાં દેખાડેલી આ પ્રીમિયમ બાબતોમાંથી કેટલી કારના ઉત્પાદન મોડલના કેબિનમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવે છે. કારના ઈન્ટિરિયર પર વાત કરતા નિસાન ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર રાકેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, Magnite SUV ઈતિહાસની કાયાપલટ કરનારું ઉત્પાદન છે. કારનું માત્ર બહારનો ભાગ જ નહીં પણ અંદરનો ભાગ પણ ખૂબ પ્રીમિયમ છે. શ્રેષ્ઠ દેખાવાની સાથે ખૂબ જ સારી જગ્યાની સાથે આવે છે. આ કારનું નિર્માણ કામ ચાલી રહ્યું છે અને તેમાં આપવામાં આવેલી ટેક્નિક અને ફિલોસોફીની સાથે Magnite SUV પોતાના સેગમેન્ટમાં ગેઇમચેન્જર સાબિત થશે.

Magnite SUV કોન્સેપ્ટમાં આકર્ષક અને હાઈટેક ફીચર્સ આપવામાં આવ્યા છે, જે Magnite SUVની સાથે મળવાનું અનુમાન છે. જેમાં ડીજીટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, મલ્ટી ફંક્શન સ્ટિયરિંગ વ્હીલ, 360 ડિગ્રી સરાઉન્ડ વ્યૂ કેમેરા, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ, ફેક્ટરી ફિટેડ સનરૂફ અને કનેક્ટેડ કાર ટેક્નોલોજી નિસાન કનેક્ટ, 8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઈનમેન્ટ સિસ્ટમ, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ સાથે આવશે. આ કારમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી નિસાન કનેક્ટ મળશે, જે અંતર્ગત રિમોટ એન્જિન સ્ટાર્ટ અને સ્ટોપ સિસ્ટમ અને બીજી રોમાં સંભવિત એસી વેન્ટ્સ આપવામાં આવશે.

કંપનીએ આ કારમાં ડ્યુઅલ ટોન અલૉય વ્હીલ આપ્યા છે, જે મોટા આકારના ટાયરની સાથે આવે છે અને જે SUVને દમદાર લુક આપે છે. કારની સાથે બેલ્ટ પણ આપવામાં આવ્યો છે. નિસાનની આ સબ 4-મીટર SUV સીએમએફએ પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે, જે રેનો ટ્રાઈબરમાં પણ ઉપયોગમાં લેવાઇ છે. આ કારમાં 1.0-લિટર, 3-સિલિન્ડર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન મળશે, જે 99bhp પાવર અને 160Nm ટોર્ક જનરેટ કરે છે. તેની સાથે 5-સ્પીડ મેન્યુઅલ અને સીવીટી ઑટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન હશે. આ સિવાય, SUVના નીચલા વેરિઅન્ટ્સમાં 71 bhp પાવર અને 96Nm ટોર્કવાળા 1.0-લિટર નેચરલી-એસ્પિરિટેડ પેટ્રોલ એન્જિનની સાથે આવવાની આશા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp