નીતિ આયોગે 2-3 વ્હિલર કંપનીઓ પાસે ઈલેક્ટ્રિક વ્હિકલ પર માગ્યો કોંક્રિટ પ્લાન

PC: atherenergy.com

સરકારના થિંક ટેંક મનાતા નીતિ આયોગે ટુ-થ્રી વ્હિલર વાહન નિર્માતાઓને બે અઠવાડિયામાં ઈલેક્ટ્રિક વ્હિલક પર કોંક્રિટ પ્લાન માગ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સરકારે કંપનીઓને સ્પષ્ટ કર્યું છે કે, તેને લાગૂ કરવાની ડેડલાઈન 2025 માનીને ચાલો. શુક્રવારે આયોગે વ્હિલક ઈન્ડસ્ટ્રીના નિર્માતાઓ અને સ્ટાર્ટઅપની સાથે બેઠક કરી હતી.

સરકારના વરિષ્ઠ અધિકારીએ કહ્યું- કોઈ રોડ મેપ કે નીતિ વિના ઈલેક્ટ્રિક મોબિલિટી લાગૂ કરવી સંભવ નથી. 15 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 14 ભારતના છે. જો સરકાર અને ઉદ્યોગ જગતે હજુ પણ કોઈ પગલા ન ઉઠાવ્યા તો ભારતીય અદાલતો આ મામલામાં સામેલ થઈ જશે.

નીતિ આયોગની યોજના છે કે, 2023 સુધી થ્રી વ્હિલર વાહન સંપૂર્ણરીતે ઈલેક્ટ્રિક મોબિલિટીમાં બદલાઈ જશે. આ ઉપરાંત, જે ગાડીઓનું એન્જિન 150cc કરતા ઓછું છે, તેમને પણ 2025 સુધી ઈલેક્ટ્રિક વ્હિકલમાં બદલવામાં આવે. આ અંગે અધિકારીઓએ કહ્યું કે, ભારત પહેલા જ ઈલેક્ટ્રોનિક્સ અને સેમી-કંડક્ટર ક્રાંતિમાં પાછળ રહી ગયું છે. એવામાં તેઓ નહીં ઈચ્છશે કે ઈલેક્ટ્રિક મોબિલિટી ક્રાંતિની તક પણ હાથમાંથી નીકળી જાય. જો ઉદ્યોગ જગતના મોટા નામ આ કામમાં આગળ નહીં આવશે, તો સ્ટાર્ટઅપ્સ તેને કરશે.

આ મહિનાની શરૂઆતમાં Bajaj Auto અને TVS Motor કંપનીએ કહ્યું હતું કે, વર્તમાનમાં ચાલી રહેલા ટૂ-થ્રી વ્હિલર વાહનોને હટાવીને 2025 સુધીમાં ઈલેક્ટ્રિક વ્હિકલની શરૂઆત કરવી અને ઓટો મેન્યુફેક્ચરિંગને પૂર્ણ કરવું અવાસ્તવિક છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp