એકસાથે 17 લોકો બેસી શકશે, વર્લ્ડ ક્લાસ ફીચર્સ સાથે આવી રહી છે Force Urbania

PC: timesofindia.indiatimes.com

ફોર્સ મોટર માર્કેટમાં એક નવી વાનને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે નેક્સ્ટ જનરેશન શેયર્ડ મોબિલિટી પ્લેટફોર્મ અર્બનિયાનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે, આ સિવાય બીજી ત્રણ અલગ અલગ સીટિંગ કેપેસિટીની સાથે આવનારી આ વેનનો ફર્સ્ટ લૂક પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ વેનમાં વર્લ્ડ ક્લાસ ફીચર્સ આપવામાં આવ્યા છે, જે એકસાથે 17 લોકોની સફરને આરામદાયક બનાવશે. કંપનીએ આ પ્રોજેક્ટમાં આશરે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હોવાનું જણાવ્યું છે.

જણાવી દઈએ કે, ફોર્સ મોટર્સે ઓટો એક્સ્પો 2020 દરમિયાન શેયર્ડ મોબિલિટી પ્લેટફોર્મ ટી1એનને શોકેસ કરી હતી. જોકે કોરોના મહામારીના લીધે કંપનીએ પોતાની આ યોજનાને રોકવી પડી હતી અને તેના લીધે આ વેનના લોન્ચમાં મોડું થયું છે. ફોર્સ મોટર્સે પોતાના આ પ્લેટફોર્મને હવે અર્બનિયા નામ આપ્યું છે. આ વેનના પહેલા લૂકને જાહેર કરતા તેના ઈન્ટીરિયર, એક્સટીરિયર અને કેટલાંક ખાસ ફીચર્સને પણ જણાવ્યા છે.

આ પ્લેટફોર્મ માટે બનાવવામાં આવેલી નવી નિર્માણ સુવિધાઓમાં હવે વાહનનું સીરિયલ પ્રોડક્શન શરૂ થઈ ગયું છે. ફોર્સ મોટર્સે એક એડમાં કહ્યું છે કે વાહનનો પહેલો લોટ આવનારા અઠવાડિયામાં ડીલરશીપ પર મોકલી આપવામાં આવશે. કંપનીએ કહ્યું છે કે, અર્બનિયા દેશમાં આ સેગમેન્ટની પહેલી કાર છે, જે ડ્રાઈવર અને કો-ડ્રાઈવર માટે એરબેગ્સની સાથે ક્રેશ અને રોલઓવર કમ્પલાઅન્સ જેવી સુવિધાઓ આપે છે.

ફોર્સ મોટર્સનો દાવો છે કે આ વેનમાં વર્લ્ડ ક્લાસ ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપની દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયોમાં વેનના એક્સટીરિયર અને ઈન્ટીરિયર બંનેને યોગ્ય રીતે દેખાડવામાં આવ્યા છે. આ દેશની પહેલી ફૂલી ગ્રાઉન્ડ-અપ, મોડ્યુલર પેન વેન પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. સેફ્ટી માટે તેમાં હિલ હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રીબ્યુશનની સાથે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, વેન્ટિલેટેડ ડિસ્ક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ દેશની પહેલી કાર છે જે ક્રેશ, રોલઓવર અને પેડેસ્ટ્રીયન સેફ્ટી રુલનું પાલન કરે છે. આ ફીચર્સ બધા સેગ્મેન્ટ માટે ફરજિયાત નથી કરવામાં આવ્યા. કંપની આ કારને ત્રણ વેરિયન્ટમાં લોન્ચ કરી રહી છે. જેમાં શોર્ટ વ્હીલબેઝ, મીડિયમ અને સૌથી મોટી લોન્ગ વ્હીલબેઝ વર્ઝનમાં ચાલક સિવાય 17 અન્ય યાત્રીઓ એકસાથે સફર કરી શકે તેમ છે. આ વેનમાં મર્સિડીઝ બેન્ઝ પાસેથી લેવામાં આવેલા એફએમ 2.6 સીઆર ઈડી ટીસીઆઈસી ડિઝલ એન્જિનનો ઉપયોગ કર્યો છે, જે 115 એચપીનો પાવર અને 350 એનએમનો ટોર્ક જનરેટ કરે છે.

આ કારમાં એરોડાયનામિક ડિઝાઈન બોડી આપવામાં આવી છે, જે ઓછામાં ઓછા રોલઓવરની સાથે વધારે સ્પીડમાં પણ સારું પરફોર્મન્સ આપે છે. તેનો ફ્રન્ટ લૂક બૂલથી પ્રેરિત છે અને તેમાં ડે ટાઈમિંગ રનિંગ લાઈટ્સ પણ આપવામાં આવી છે. લાઈટ ગાઈડ ટેકનોલોજી સાથે તેમાં એલઈડી સિગ્નેચર ટેલ લેમ્પ મળે છે. આ બધા ફીચર્સ કોઈ વેનમાં પહેલી વખત આપવામાં આવ્યા છે. સાથે વેનમાં ઈન્ડિપેન્ડન્ટ ફ્રન્ટ સસ્પેન્શન આપવામાં આવ્યું છે, જે ટ્રાન્સવર્સ સ્ક્રીનની સાથે આવે છે. આ સિવાય અર્બનિયામાં કંપની ટુ બોક્સ કન્સ્ટ્રક્શન ટેકનીકનો ઉપયોગ કરીને એન્જિનને સંપૂર્ણ રીતે અલગ પોઝિશન કરવામાં આવી છે.

તેનો સૌથી મોટો ફાયદો એ છે કે પેસેન્જર કમ્પાર્ટમેન્ટમાં અવાજ અને વાઈબ્રેશનથી બચવામાં આવી શકે છે. આ સિવાય પર્સનલ એસી વેન્ટ્સ, રિક્લાઈંગ સીટ્સ, પેનોરમિક વિન્ડો, રીડિંગ લેમ્પ, યુએસબી જેવા ફીચર્સ મળે છે. વાહન ચલાવનારની સુવિધાને ધ્યાનમાં રાખીને કાર જેવું સ્ટીયરીંગ વ્હીલ, ટિલ્ટ અને ટેલિસ્કોપિક એડજસ્ટેબલ સ્ટીયરીંગ કોલમ, એર્ગોનોમિક રૂપથી ડિઝાઈન કરવામાં આવેલું કોકપીટ, ડેશબોર્ડ માઉન્ટેડ ગિયર લીવર, બિલ્ટ ઈન બ્લૂટુથ અને કેમેરા ઈનપુટ સાથે 7 ઈંચની ટચસ્ક્રીન, એન્જિન સ્ટાર્ટ-સ્ટોપ અને રિવર્સ પાર્કિંગ આસિસ્ટ જેવી સુવિધાઓને પણ સામેલ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp