Nokia 110 ભારતમાં લોન્ચ, જાણો શું છે કિંમત

PC: gadgets360cdn.com

HMD ગ્લોબલે ભારતમાં એક નવું ફિચર લોન્ચ કર્યું છે. હાલમાં જ કંપનીએ બે નવા સ્માર્ટફોન Nokia 7.2 અને Nokia 6.2 લોન્ચ કર્યા છે. હવે નવો Nokia 110 ફોન આવી ગયો છે. જેનું વેચાણ 18 ઓક્ટોબરથી શરી થઈ જશે. કંપનીએ આ ફિચર ફોનને એન્ટરટેનમેન્ટ સેન્ટ્રિક બનાવ્યું છે અને તેમાં ઘણાં ખાસ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

Nokia 110 ફોનમાં FM રેડિયો, MP3 પ્લેયર અને ક્લાસિક સ્નેક ગેમ પણ આપી છે. Nokia 110ની કિંમત 1,599 રૂપિયા છે. Nokia 110 ફોનને Ocean Blue, Black અને Pink કલરમાં લોન્ચ કરવામાં આવ્યા છે.

સ્પેસિફિકેશનઃ

આ ફોન પ્લાસ્ટિક બોડીનો છે. ફોનમાં 32GB સુધીની એક્ષર્ટનલ સ્ટોરેજ છે. જેમાં પોપ્યુલર સ્નેક ગેમ પણ છે. જે દશકાથી નોકિયાના ફોનમાં હતી. ફોનમાં કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ qVGA રિયર કેમેરો છે. અન્ સાથે એક LED ટોર્ચ લાઈટ પણ આપવામાં આવી છે. ફોનમાં 800mahની બેટરી છે. જેને કાઢી પણ શકાય છે. કંપનીનો દાવો છે કે, આ 18.5 દિવસ સુધી સ્ટેન્ડબાય બેકઅપ આપશે. મ્યૂઝિક પ્લેબેક ટાઈમ 27 કલાકનું છે.

ફિનલેન્ડની કંપની HMD પાસે નોકિયાના ફોન બનાવવાના અધિકાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp