Ola ઈલેક્ટ્રિક સ્કૂટરની ધમાલ, બે દિવસમાં 1100 કરોડનું વેચાણ, જાણો ફીચર્સ

PC: sambadenglish.com

ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ જ્યારથી શરૂ થયું છે, તે રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહ્યું છે. પહેલા જ દિવસે 600 કરોડનું વેચાણ પૂરુ કર્યા પછી કંપનીએ બીજા દિવસે 500 કરોડના ઈલેક્ટ્રિક સ્કૂટર વેચી નાખ્યા. આ રીતે કંપનીએ બે દિવસમાં 1100 કરોડ રૂપિયાથી વધુ કિંમતના સ્કૂટર વેચી દીધા. કંપનીએ હાલમાં જ પોતાના ઈલેક્ટ્રિક સ્કૂટરના બે વેરિયન્ટ S1 અને S1 Proને ઉતાર્યા હતા. જેમાં ગ્રાહકોને 180 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ મળે છે.

કંપનીના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે પોતાના સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા વેચાણના આંકડા બહાર પાડ્યા છે. તેમણે લખ્યું, બીજો દિવસ પહેલા કરતા પણ શાનદાર રહ્યો. બે દિવસમાં 1100 કરોડ રૂપિયાનું વેચાણ કરી નાખ્યું. ખરીદારી 1 નવેમ્બરથી ફરીથી શરૂ થશે. જણાવીએ કંપનીએ 15 સપ્ટેમ્બરથી સ્કૂટરનું બુકિંગ શરૂ કર્યું હતું જે 16 સપ્ટેમ્બર સુધી ચાલ્યું છે. ભાવિશ અગ્રવાલ અનુસાર કંપનીએ દરેક સેકન્ડમાં 4 સ્કૂટર વેચ્યા છે.

કિંમત

Ola ઈલેક્ટ્રિક સ્કૂટર S1ની એક્સ શૉરૂમ કિંમત 99,999 રૂપિયા છે. જ્યારે S1 પ્રોની કિંમત 129,999 રૂપિયા છે. વેચાણના દિવસે ગ્રાહક 20000 રૂપિયાની ન્યૂનતમ રકમ આપીને સ્કૂટર ઓનલાઇન બુક કરાવી શકે છે. જો તમે આને ખરીદવાનું ચૂકી ગયા છો, તો પણ તમે આવતા સેલ માટે સ્કૂટર 499 રૂપિયામાં ઓનલાઇન બુક કરી શકો છો.

180 કિમી સુધીની રેન્જ

ઈલેક્ટ્રિક સ્કૂટર S1ની ટોપ સ્પીડ 115km/Hr છે. આ સ્કૂટર 3 ડ્રાઈવિંગ મોડ સાથે માર્કેટમાં આવ્યું છે. માત્ર 3 જ સેકન્ડમાં સ્કૂટર 0થી 40kmની સ્પીડ પકડે છે. એક વખત ચાર્જ થયા બાદ તે 190km સુધી ચાલશે. સ્કૂટરમાં 7 ઈંચની ડિસપ્લે સાથે ઑક્ટોકોર ચીપસેટ અને 3 જીબીની રેમ પણ આપવામાં આવી છે. એક એપ્લિકેશનની મદદથી સ્કૂટરને લોક કે અનલોક કરી શકાય છે.

કંપનીનો દાવો છે કે આની બેટરી 750 વોટની ક્ષમતાના પોર્ટેબલ ચાર્જરથી લગભગ 6 કલાકમાં ફુલ ચાર્જ થઇ જશે. કંપનીના સુપરચાર્જરથી આ બેટરી માત્ર 18 મિનિટમાં 50 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થઇ જવા પર 180 થી 190 કિમી સુધીની ડ્રાઈવિંગ રેન્જ આપે છે.

ગુજરાતમાં OLA S1 સબસિડીને લીધે 79,999 રૂપિયામાં મળશે. તો S1 પ્રો સબસિડી બાદ ગુજરાતમાં 1.09.999 રૂપિયામાં મળશે. જાણ હોય તો રાજ્ય સરકારે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદીને પ્રોત્સાહન આપવા માટે સબસિડી પણ જાહેર કરી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp