One Plusનો નવો અફોર્ડેબલ Nord CE 5G, આ છે પ્રી બુકિંગ ઓફર્સ

PC: gadgets.ndv.com

OnePlus પોતાના અફોર્ડેબલ સેગમેન્ટ Nord હેઠળ ભારતમાં એક નવો સ્માર્ટફોન Nord CE 5G લોન્ચ કરી દીધો છે. આ સ્માર્ટફોન ત્રણ વેરિયન્ટ્સમાં લોન્ચ કરવામાં આવ્યો છે અને તેની સાથે કંપની ડિસ્કાઉન્ટ અને પ્રી બુકિંગ ઓફર પણ આપી રહી છે. One Plus Nord CE 5Gની કિંમત 22999 રૂપિયાથી શરૂ થાય છે. બેઝ વેરિયન્ટમાં 6GB રેમની સાથે 128GBની સ્ટોરેજ આપવામાં આવી છે. બીજા વેરિયન્ટમાં 8 GB રેમની સાથે 128 GBની સ્ટોરેજ આપી છે અને તેની કિંમત 24999 રૂપિયા છે.

ત્રીજા વેરિયન્ટમાં 12 GB રેમની સાથે 256 GB સ્ટોરેજ આપવામાં આવ્યું છે અને તેની કિંમત કંપની દ્વારા 27999 રૂપિયા રાખવામાં આવી છે. One Plus Nord CE 5Gને કસ્ટમર Amazon India, One Plus Online Store, Vijay Sales અને Croma રિટેલમાંથી પ્રી ઓર્ડર કરી શકે છે. વાત કરીએ કંપની દ્વારા આપવામાં આવી રહેલા ડિસ્કાઉન્ટની તો વન પ્લસના ઓનલાઈન સ્ટોર પરથી તમે 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. અલગ અલગ ક્રેડિટ કાર્ડ પર અલગ અલગ ડિસ્કાઉન્ટ ઓફરો તમને જોવા મળી શકે છે.

One Plusસે પ્રોમિસ કરી છે કે OnePlusના સ્ટોર એપથી Nord CE 5Gના પહેલા 2000 ઓર્ડર્સ પર વન પ્લસ નોર્ડ હેન્ડી પેક મળશે. તે સિવાય OnePlus Buds Z પર 500 રૂપિયાનું ઓફ મળશે. આ રીતે એમેઝોન પરથી પ્રી બુકિંગ કરાવવા પર 1000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ અનો No Next EMI ઓપ્શન મળશે. વિજય સેલ્સમાંથી પ્રી બુકિંગ કરાવવા પર 2000 રૂપિયા સુધીનુ ડિસ્કાઉન્ટ મળશે. તે સિવાય રેડ ક્લબ યુઝર્સને વધારે ક્લાઉડ સ્પેસ મળશે.

રિલાયન્સ જીયો યુઝર્સ માટે પણ કેટલીક ઓફર છે જેમાં કેશબેક તો નથી પરંતુ એક્સ્ટ્રા ડેટા આપવામાં આવશે. One Plus Nord CE 5Gના સ્પેશિફિકેશન અને ફીચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 6.43 ઈંચની ફીલ HD+ AMOLED ડિસપ્લે આપવામાં આવી છે. સાથે 90hz રિફ્રેશ રેટ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં ક્લોલકોમ સ્નેપડ્રેગન 750G પ્રોસેસર આપવામાં આવ્યું છે. One Plus Nord CE 5Gમાં ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યા છે. પ્રાઈમરી લેન્સ 64 મેગા પિક્સેલનો છે. બીજો 8 મેગા પિક્સેલનો છે, જ્યારે એક 2 મેગા પિક્સેલનો મોનોક્રોમ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે આ સ્માર્ટફોનમાં 16 મેગા પિક્સેલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp