OnePlus Bandનું વેચાણ ભારતમાં શરૂ, જાણો કિંમત અને ફીચર્સ

PC: firstpost.com

OnePlus ઘણા દિવસોથી ચર્ચિત પોતાની પહેલી ફિટનેસ બેન્ડ OnePlus Bandને લોન્ચ કરી દીધી છે. હવે આ ફિટનેસ બેન્ડને ઓપન ફોર સેલમાં ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. આ બેન્ડની ખાસ વાત કરીએ તો તેમાં 14 દિવસની બેટરી, હાર્ટ રેટ મોનિટર અને SpO2 સેન્સર આપવામાં આવ્યું છે. onePlusના આ નવા બેન્ડનો મુકાબલો ભારતમાં MI Smart Band 5 સાથે છે. આ નવા બેન્ડની કિંમત 2499 રૂપિયા છે. આ ફિટનેસ બેન્ડ બ્લેક કલર ઓપ્શનમાં આવે છે. કસ્ટમર્સ OnePlus Band માટે રિસ્ટ સ્ટ્રેપ અલગથી પણ ખરીદી શકે છે. તેના માટે નેવી અને ગ્રે કલર બે ઓપ્શન આપવામાં આવ્યા છે. રિસ્ટ સ્ટ્રેપને અલગથી 399 રૂપિયામાં ખરીદી શકાય છે.

આજથી કસ્ટમર્સ આ બેન્ડને તેની ઓફિશિયલ વેબ સાઈટ, OnePlus Store એપ, Amazon, Flipkart, OnePlus એક્સક્લુઝીવ ઓફલાઈન સ્ટોર્સ અને પાર્ટનર સ્ટોર્સ પરથી ખરીદી શકશે. કાલે આ બેન્ડને રેડ કેબલ ક્લબ મેમ્બર્સ માટે Early Access સેલમાં પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આ બેન્ડમાં 126*294 પિક્સેલ રિઝોલ્યુશનની સાથે 1.1 ઈંચની AMOLED ડિસપ્લે આપવામાં આવી છે.

તેમાં બ્લડ ઓક્સિજન અને ઓપ્ટિકલ હાર્ટ-રેટ સેન્સર્સ પણ આપવામાં આવ્યા છે. કંપનીએ તેમાં 13 એક્સરસાઈઝ મોડ્સ આપ્યા છે. આ મોડમાં યોગા અને ક્રિકેટ પણ સામેલ છે. આ સેગમેન્ટના બીજા ફિટનેસ બેન્ડની જેમ આને પણ IP68 સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આ બેન્ડ 5ATM વોટર રેસિસ્ટન્ટ છે.

આ બેન્ડમાં સ્લીપ મોનિટરીંગનુ પણ ફીચર આપવામાં આવ્યું છે. આ સ્લીપ ટ્રેકિંગની સાથે જ SpO2 મોનિટરીંગને પણ કમ્બાઈન કરે છે. આ બેન્ડમાં હાર્ટ રેટ મોનિટરીંગની સાથે જ પર્સનલાઈઝ્ડ હાર્ટ રેટ અલર્ટ્સ પણ આપવામાં આવ્યા છે. તેવામાં ઈરેગ્યુલર રીડિંગ થવા પર તે યુઝર્સને નોટિફાય કરશે.

કનેક્ટિવીટી માટે તેમાં બ્લૂટુથ 5.0 નો સપોર્ટ આપવામાં આવ્યો છે. હાલમાં આ ફિટનેસ બેન્ડ એન્ડ્રોઈડ 6.0થી ઉપરના વર્ઝન પર ચાલનારા ડિવાઈસની સાથે કમ્પેટીબલ છે. ટૂંક સમયમાં જ iPhone માટે પણ તેનો સપોર્ટ લાવવામાં આવ્યો છે. સ્માર્ટફોન સાથે કનેક્ટ થયા પછી તે રિયલ ટાઈમ મેસેજ નોટિફિકેશન, ઈનકમિંગકોલ અલર્ટ્સ, કોલ રિજેક્શન, મ્યુઝીક પ્લેબેક કંટ્રોલ અને કેમેરા કંટ્રોલ આપે છે. તેની બેટરી 100 mAhની છે અને સિંગલ ચાર્જમાં 14 દિવસ સુધી ચાલશે.

       

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp