મુકેશ અંબાણી સહિત ભારતમાં માત્ર 4 વ્યક્તિઓ પાસે છે ટેસ્લાની આ કાર, જાણો કિંમત

PC: www.jansatta.com

મુકેશ અંબાણી દેશના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. જ્યારે પણ એની વાત કરવામાં આવે ત્યારે એની કાર અને લાઈફસ્ટાઈલનો ઉલ્લેખ થયા વગર ન રહે. ભવ્ય અને રોયલ ગણાતી મોટાભાગની કાર એમની પાસે છે. આ સિવાય સ્પોર્ટ્સ કાર પણ એના પાર્કિંગમાં જોવા મળી છે. પણ જાણીને આશ્ચર્ય થશે કે, મુકેશ અંબાણી પાસે મોંઘી ગણાતી એવી ઈકોફ્રેન્ડલી ટેસ્લા કાર પણ છે. મુકેશ અંબાણી સહિત આખા ભારત દેશમાં માત્ર ચાર વ્યક્તિઓ પાસે આ કાર છે.

મુકેશ અંબાણી પાસે ટેસ્લાની કુલ બે કાર છે. ટેસ્લાનું મોડલ S100D વર્ષ 2019માં તેમણે ખરીદી હતી. જેની કિંમત આશરે સવા કરોડ આસપાસ છે. ત્યાર બાદ બીજી કાર ખરીદી હતી. જેમાં ટેસ્લા X100Dનો સમાવેશ થાય છે. જેની કિંમત આશરે રૂ.65 લાખ છે.

મુકેશ અંબાણી સિવાય ટેસ્લા કાર જેની પાસે છે એમાં બોલિવૂડ એક્ટર રીતેશ દેશમુખનો સમાવેશ થાય છે. રીતેશ દેશમુખ પાસે ટેસ્લાનું X મોડલ છે. જેના દરવાજા ઉપરની બાજુ ખુલે છે.

આ સિવાય એસ્સાર ગ્રૂપના પ્રશાંત રૂઈયા પાસે પણ ટેસ્લાની કાર છે. એમની પાસે ટેસ્લાની X મોડલ છે. જેની કિંમત આશરે રૂ.2 કરોડ છે.

ટેસ્લા કાર રાખનાર ચોથી વ્યક્તિમાં અભિનેત્રી પૂજા બત્રાનો સમાવેશ થાય છે. પૂજા બત્રા પાસે ટેસ્લાનું મોલ 3 મોડલ છે. જ્યારે પૂજા અમેરિકામાં રહેતી હતી ત્યારે તેણે આ કાર ખરીદી હતી. આ કારની કિંમત આશરે રૂ.40 લાખ છે.

રીપોર્ટ અનુસાર ટેસ્લા કારનું વેચાણ તથા કેટલાક ઉત્પાદ ભારતમાં પણ શરૂ થવાના છે. આ માટે બેંગ્લોર શહેરની પસંદગી કરવામાં આવી છે. જોકે, જ્યારે ભારતમાં ડીલરશીપ શરૂ થશે ત્યારે બેટરી સંચાલિત આ કાર બીજા લોકોને પણ મળી રહેશે. આ ચારેય વ્યક્તિઓ પાસે જે કાર છે એની કિંમત કરોડોમાં છે. લુક અને ફીચર્સ વાઈસ આ કાર સૌથી વધુ ચર્ચામાં રહે છે. ખાસ કરીને બેટરી બેકઅપને લઈને કાર પર અગાઉ પણ ઘણી ચર્ચાઓ થઈ હતી. જોવાનું એ છે કે, ટેસ્લા કંપની ક્યા નવા વેરિયન્ટ સાથે ભારતના ઓટો માર્કેટમાં સેલ્સ થકી એન્ટ્રી કરે છે. આમ પણ આ કારની રાહ જોઈને ઘણા બધા લોકો બેઠા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp