Oppo ત્રીજી વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ, પહેલા બે સ્થાન પર આ કંપનીઓનો હજી કબજો

PC: mashable.com

ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં અલગ અલગ દેશોની ઘણી કંપનીઓ વચ્ચે તીવ્ર હરીફાઇ ચાલી રહી છે જેમાં એન્ડ્રોઇડ અને ios બંને પ્રકારના મોબાઇલ સામેલ છે. એનાલેટિક્સ ફર્મ ટ્રસ્ટ રિસર્ચ એડવાયઝરી(TRA) એ એક રિપોર્ટ બહાર પાડ્યો છે જેના પ્રમાણે, ચીનની કંપની Oppo ભારતની ત્રીજા નંબરની વિશ્વસનીય સ્માર્ટફોન બ્રાન્ડ બની છે. આ યાદીમાં Apple iPhone પહેલા નંબર પર છે જ્યારે બીજા નંબર પર Samsung છે.

TRA અનુસાર, Oppo એ 7 ક્રમની છલાંગ મારીને ત્રીજો ક્રમ હાંસલ કર્યો છે. Oppo ના એક નિવેદનમા કહેવામાં આવ્યું છે કે વિશ્વસનીય બ્રાન્ડની યાદીમાં આગળ વધવા માટે કંપનીના મોટારાઇઝ્ડ કેમેરા, 10x હાઇબ્રિડ ઝૂમ, ઝડપથી ચાર્જ થનારી તકનીક, ઇન-ડિસપ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર અને બેઝલલેસ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ જેવી સુવિધાઓને ફાયદો થયો છે.

Oppo દ્વારા ભારતના હૈદ્રાબાદના અનુસંધાન અને વિકાસ કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. આ અત્યાર સુધી સૌથી મોટા અનુસંધાન અને વિકાસ કેન્દ્રોમાંનું એક છે. આની મદદથી કંપની ભારતમાં વિશ્વાસ મેળવી રહી છે અને તેથી જ ભારતમાં પોતાનો વેપાર વધારવામાં પણ સફળ રહી છે. ઉલ્લેખનીય છે કે કંપનીએ ગ્રેટર નોઇડામાં પણ મોબાઇલ મેન્યુફેક્ટરિંગ પ્લાન્ટ નાખ્યો છે.

હાલમાં જ એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત દુનિયાનું સૌથી વધારે મોબાઇલ ડેટા વાપરતો દેશ છે જ્યાં પ્રત્યેક મોબાઇલમાં પ્રતિ મહિના સરેરાશે 9.8 GB ડેટા વાપરી રહ્યાં છે. 5G લોન્ચ થવાં પર આ આંકડો 16 GB પ્રતિ મહિનાને પણ વટાવી દે તેવી સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp