Oppo A12, A15, F17 અને Reno 3 Proની કિંમતમાં થયો ઘટાડો, જાણો નવી કિંમત

PC: gadgetsnow.com

Oppoએ પોતાના બજેટ સ્માર્ટફોનની કિંમતોમાં ઘટાડો કર્યો છે. કંપનીએ પોતાની A સીરિઝ, F સીરિઝ અને Reno 3 Pro સ્માર્ટફોન્સની કિંમત ઓછી કરી દીધી છે. Oppo A12, Oppo A15, Oppo F17 અને Reno 3 Proને 2 હજાર રૂપિયાની છૂટ સાથે ખરીદી શકાશે.

મહેશ ટેલીકોમે Oppoના આ ફોનની કિંમતમાં થયેલા ઘટાડા અંગેની જાણકારી ટ્વીટ કરીને આપી હતી. Oppo A12 અને OppoA15ની કિંમતમાં એક હજાર રૂપિયાનો ઘટાડો કર્યો છે. Opp A12ના 3 GB રેમ અને 32 GB વેરિયન્ટમાં 1000 રૂપિયાની છૂટ સાથે 8990 રૂપિયામાં ખરીદી શકશો. તેની સાથે Oppo A15ના 2 GB રેમ અને 32 GB સ્ટોરેજ વેરિયન્ટને 1000 રૂપિયાના ઘટાડા સાથે 8990માં ખરીદી શકશો. A15ના 3 GB રેમ અને 32 GB સ્ટોરેજ વેરિયન્ટને 1000 રૂપિયાની છૂટ સાથે 9990 રૂપિયામાં ખરીદી શકશો.

હાલમાં જ લોન્ચ થયેલો Oppo F17ના 8 GB+128 GB ઈનબિલ્ટ સ્ટોરેજ વેરિયન્ટમાં 500 રૂપિયાના ઘટાડા પછી 18,490 રૂપિયામાં મેળવી શકશો. Oppo 3 Proના 8 GB રેમ+128 GB સ્ટોરેજ વેરિયન્ટમાં 1000 રૂપિયાના ઘટાડા સાથે 24,990 રૂપિયામાં ખરીદી શકશો. આ હેન્ડસેટના 8 GB રેમ+256 GB સ્ટોરેજ વેરિયન્ટને 2 હજાર રૂપિયાના ઘટાડા સાથે 27,990 રૂપિયામાં મેળવી શકશો. કંપનીએ આ અઠવાડિયે પોતાના લેટેસ્ટ ફોન Oppo A33ની કિંમતમાં પણ ઘટાડો કર્યો હતો. કંપનીએ Oppo A33ની કિંમતમાં 1000 રૂપિયાનો ઘટાડો કર્યો છે અને હવે તેને 10,990 રૂપિયામાં ખરીદી શકો છો. Oppo A33ને 11,990 રૂપિયાની કિંમત પર ગયા મહિને લોન્ચ કરવામાં આવ્યો હતો.

Oppoના આ ફોનમાં 3 GB રેમ+32 GB ઈનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવી છે. ફોનમાં ક્વોલકોમ સ્નેપડ્રેગન 430 ઓક્ટો-કોર પ્રોસેસર છે. હેન્ડસેટ એન્ડ્રોઈડ બેઝ્ડ કલરઓએસ પર ચાલે છે. Oppo A12માં મીડિયાટેક હીલિયો P35 ઓક્ટા-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તેમાં 6.22 ઈંચની વોટરડ્રોપ સ્ક્રીન આપવામાં આવી ગયો. ફોનની સુરક્ષા માટે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3 આપવામાં આવ્યો છે. કેમેરાની વાત કરીએ તો સ્માર્ટફોનમાં 5 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરો છે. રિયર કેમેરો 13 મેગાપિક્સેલ અને 2 મેગાપિક્સેલનો બીજો રિયર કેમેરો આપવામાં આવ્યો છે. જે 6x ઝૂમ સપોર્ટ સાથે આવે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp