5000 mAhની બેટરી ધરાવતો OPPOનો ફોન લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

PC: bgr.in

OPPOએ ભારતમાં પોતાનો નવો સ્માર્ટ ફોન OPPO A57 લોન્ચ કરી દીધો છે. ફોનમાં 6.56 ઈંચની ડિસ્પલે, 13 મેગા પિક્સેલનો પ્રાઈમરી કેમેરો અને મીડિયાટેક G35 પ્રોસેસર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ ફોન 33W ફાસ્ટ ચાર્જિંગ અને 5000 mAh બેટરીની સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. OPPOના આ સ્માર્ટફોનને માત્ર એક વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 4 GB રેમ અને 64 GB સ્ટોરેજની સાથે આવનારો OPPO A57ની કિંમત 13999 રૂ. રાખવામાં આવી છે.

 

આ સ્માર્ટફોનને બે કલર ઓપ્શન- ગ્લોઈંગ ગ્રીન અને ગ્લોઈંગ બ્લેક કલરમાં લોન્ચ કર્યો છે. ફોનને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ખરીદવામાં આવી શકે છે. OPPO A57 સ્માર્ટફોનમાં 6.56 ઈંચની ડિસપ્લે આપવામાં આવી છે, જેનો રિફ્રેશ રેટ 60hz અને રિઝોલ્યુશન HD+છે. નવા સ્માર્ટફોનમાં બાયોમેટ્રિક્સ માટે ફિંગરપ્રિન્ટ અને ફેશિયલ રિકોગ્નિશન સપોર્ટ પણ છે. કનેક્ટિવીટી માટે તેમાં USB Type-C પોર્ટ અને 3.5 mmનો હેડફોન જેક આપ્યો છે. ફોનની ઈનબિલ્ટ સ્ટોરેજ 1 TB સુધી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે તેમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 મેગા પિક્સલનો પ્રાઈમરી સેન્સર અને 2 મેગા પિક્સલનો મોનો લેન્સ પણ મળે છે. સેલ્ફી માટે તેમાં 8 મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. સ્માર્ટફોનના કેમેરામાં 30 fps પર 1080p વીડિયો રેકોર્ડિંગની ક્ષમતા છે. તેમાં 33W સુપર VOOC ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAhની બેટરી મળે છે. કંપનીનો દાવો છે કે, આ ફોન 15 મિનિટના ચાર્જમાં 4 કલાકથી વધુ વીડિયો પ્લેબેક ઓફર કરે છે. આ ફોનને મે મહિનામાં થાઈલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનમાં 3GB રેમ સાથે 64 GB ઈન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે અને માઈક્રોએસડી કાર્ડ દ્વારા તેને વધારી શકાય તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp