ગુજરાતમાં ફરતી કારોનું પેટ્રોલ હવે શેરડીના કારખાનામાં બનશે, પ્લાન્ટને મંજૂરી

PC: esakal.com

કેન્દ્ર સરકારે 1675 કરોડ લિટર ઇથેનોલ બનીવી શકે એવા રૂપિયા 41 હજાર કરોડના રોકાણ વાળા 422 પ્લાંટને મંજૂરી 3 એપ્રિલ 2021એ આપી છે. પેટ્રોલની આયાત ઘટાડવા માટે પેટ્રોલમાં 5 ટકાથી વધારીને 2025 સુધીમાં 20 ટકા ઇથેનોલ ભેળવવા માટે નક્કી કરાયું છે.

23 નવેમ્બર 2020  ખાદ્ય મંત્રાલયે 185 પ્લાંટને મંજૂરી આપી હતી. તે માટે રૂપિયા 12 હજાર કરોડની લોન મંજૂર કરી હતી. વર્ષે 468 કરોડ લિટર હાલ ઇથેનોલ બને છે. હાલ શેરડીના વધતાં રસમાંથી ઇથેનોલ બનાવે છે. હવે ચોખા અને મકાઈમાંથી બને એવા પ્લાંટ આવી રહ્યાં છે.

હાલમાં પેટ્રોલમાં 5 ટકા, 2022 સુધીમાં 10 ટકા ઈથેનોલનું મિશ્રણ ફરજિયાત કરાયું છે. 2022 સુધીમાં 10 ટકા અને 2030 સુધીમાં 20 ટકા મિશ્રણનો લક્ષ્યાંક છે. 20 ટકા થાય તો 1200 કરોડ લિટર ઇથેનોલની જરૂર પડશે. જેમાં 700 કરોડ લિટર શેરડી અને 500 કરોડ લિટર ઇથેનોલ બીજા પાકમાંથી મેળવાશે.

700 કરોડ લીટર ઈથેનોલ બનાવવામાં શુગર ઈન્ડસ્ટ્રીએ 60 લાખ ટન સરપ્લસ ખાંડનો ઉપયોગ કરવો પડશે. જ્યારે 500 કરોડ લીટર ઈથેનોલ બીજા પાકમાંથી બનશે. થોડા વર્ષો પહેલા 40 કરોડ લિટર ઇથેનોલ પેદા થતું હતું. જેની કિંમત લિટરના રૂપિયા 2.85થી વધીને રૂપિયા 43.70 થઈ છે.

2010માં માનિંસગ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખાંડ મિલોએ ઇથેનોલ બનાવવા માટે રૂ.200 કરોડ ખર્ચી નાંખ્યા હતા. પણ ઓઈલ કંપનીઓએ ઇથેનોલ લેવાનું બંધ કરતાં તે પ્લાંટ બંધ કરી દેવા પડ્યા હતા. હાલ 7થી 10 લાખ ટન શેરડીનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

ગુજરાત સરકાર ઇથેનોલ પ્રોજેક્ટને જલદી મંજૂરી આપતી નથી. મહારાષ્ટ્ર સરકાર 7 દિવસમાં પ્લાંટની મંજૂરી આપી દે છે. સફેદ ખાંડ બનાવી લીધા બાદ શેરડીનો રસ બાકી રહે છે તે મોલાસીસ તરીકે વપરાય છે. જે પશુચારા, દારુ, કેમિકલ અને દવા બનાવવા માટે વપરાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp