Peugeotએ Vespaને ટક્કર આપવા લોન્ચ કર્યું નવું સ્કૂટર, જાણો તેની કિંમત અને ફીચર્સ

PC: autos.maxabout.com

પ્યુજો મોટરસાઇકલે આંતરરાષ્ટ્રીય બજાર માટે પોતાનું Django 125નું સ્પેશિયલ એડિશન વર્ઝન લોન્ચ કરી દીધું છે. આ નવા સ્પેશિયલ વેરિયન્ટમાં 125 સીસી રેટ્રો સ્કૂટરને Django 125 Eversion ABS Plus નામ આપવામાં આવ્યું છે. આ સ્કૂટરના સ્ટાન્ડર્ડ મોડલની સરખામણીમાં કેટલાક એડ ઓન સાથે આવે છે. તે સિવાય સ્પેશિયલ એડિશન સ્કૂટરના વિશ્વભરમાં ફક્ત 50 યૂનિટ જ વેચવામાં આવશે. સ્પેશિયલ એડિશન ઇવર્ઝન એબીએસ પ્લસમાં સ્કૂટરની ડિઝાઇન અને સ્ટાઇલ સમાન છે. જે વસ્તુ આ સ્કૂટરને વધુ સ્પેશિયલ બનાવે છે. વધારે ટ્રાન્સપરન્ટ વિંડસ્ક્રીન અને પાછળની સીટ માટે બેકરેસ્ટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ સ્કૂટરની વેસ્પાની જેમ બહારની ડિઝાઇન ઘણી આકર્ષક છે.

સ્પેશિયલ એડિશન મોડલના બે નવા કલર ઓપ્શન જેવા કે ડ્રેગન રેડ અને ડીપ ઓશન બ્લુ પણ લોન્ચ થયા છે. પેઇન્ટ સ્કીમમાં ટુ-ટોન ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. ડ્રેગન રેડમાં સ્કૂટરની ઉપરની તરફ વ્હાઇટ કલર જ્યારે નીચલા હિસ્સામાં સ્ટ્રાઇકિંગ રેડ કલર આપવામાં આવ્યો છે. ફ્રાન્સના બદારમાં આ સ્કૂટરની કિંમત 3249 યુરો એટલે કે ભારતીય મૂદ્રામાં જોવા જઇએ તો 2.66 લાખ રૂપિયાની આસપાસ થાય છે. કહેવાની જરૂર નથી કે, આ કિંમત પર આ સ્કૂટર કિંમત ભારતીય બજાર માટે ઘણી મોંઘી માનવામાં આવશે.

સ્કૂટરના એન્જિનની વાત કરીએ તો તેમાં 125 સીસીનું એરકૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન મળે છે. આ એન્જિન 10.46 હોર્સપાવર અને 9.3 ન્યૂટન મીટરનો પીક ટોર્ક પેદા કરે છે અને તેને એ જ રીતે ટ્યૂન કરવામાં આવ્યું છે. સસ્પેન્શનની વાત કરીએ તો આ સ્કૂટરના ફ્રન્ટમાં ટ્રેડિશનલ ટેલિસ્કોપિક ફોર્ક સસ્પેન્શન આપવામાં આવ્યો છે. જ્યારે, રિયરમાં એક સિંગલ શોક એબ્ઝોર્બર આપવામાં આવ્યું છે. બ્રેકિંગ માટે આ સ્કૂટરના ફ્રંટમાં 200 એમએમની ડિસ્ક બ્રેક અને રિયરમાં 190 એમએમની ડ્રમ બ્રેક આપવામાં આવી છે. આ સ્કૂટરમાં આગળ અને પાછળ બંનેમાં 12 ઇંચના ટાયર આપવામાં આવ્યા છે.

આ સ્કૂટર ભારતીય બજારમાં લોન્ચ થશે કે નહીં તે વિશે હજુ સુધી કોઇ જાણકારી મળી નથી. જો આ સ્કૂટર ભારતમાં લોન્ચ થશે તો તેની ટક્કર વેસ્પા 125, હોન્ડા એક્ટિવા 125, ટીવીએસ જ્યુપિટર 125, એપ્રીલીયા સ્કૂટર જેવા અન્ય સ્કૂટર સાથે થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp