2022 સુધીમાં કોઈપણ ભારતીય નાગરિક અંતરિક્ષમાં જશે, જાણો ISROએ આ અંગે શું કહ્યું

PC: wikimedia.org

સ્વતંત્રતા દિવસના અવસરે દેશના લાલ કિલ્લા પરથી દેશને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, 2022 પહેલા ભારતની કોઈપણ વ્યક્તિ અંતરિક્ષમાં સ્વદેશી અવકાશયાનથી પહોંચી જશે. પ્રધાનમંત્રીની આ જાહેરાતનું ISROએ પણ સ્વાગત કર્યું હતું. બુધવારના રોજ મીડિયા સાથે વાતચીત કરતા ચેરમેન કે.શિવને કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માનવસહિત અવકાશયાન સ્પેસ પ્રોગ્રામની જાહેરાત કરી છે. અમારા માટે આ આનંદની વાત છે.

કે.શિવને PM મોદીની આ જાહેરાતને આવકારતા કહ્યું હતું કે, દેશના માટે આ એક મોટી ગિફ્ચ હશે. આ પ્રોજેક્ટ મારફતે યુવા પ્રોત્સાહિત થશે અને કેટલાય ઓર્ગેનાઇઝેશન, સ્કૂલો અને અન્ય લોકોને પણ આમાં જોડી શકાશે. પરંતુ આ પ્રકારના મિશન માટે મોટાભાગની ટેક્નિક R&D ફંડથી બને છે. જેના માટે અમારે લગભગ 10000 કરોડ રૂપિયાના ફંડની જરૂરિયાત રહેશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, અમને નથી ખબર કે આ મિશન કોણ ચલાવશે. પરંતુ અમારે આના પર કામ કરવું પડશે. 2 મહિનામાં આનો પહેલો પ્રોજેક્ટ રિપોર્ટ અમે સબમીટ કરી દઈશું. પ્રધાનમંત્રીની આ જાહેરાતથી અમે હેરાન છીએ, પરંતુ ISRO માટે આ એક સારી વાત છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp