Porscheની હાઈસ્પીડ ઈલેક્ટ્રિક કાર ભારતમાં લોન્ચ, કિંમત એટલી કે એક ઘર આવી જાય

PC: porsche.com

ભારતમાં ઈલેક્ટ્રિક કારોનું બજાર સતત વધી રહ્યું છે. એટલે જ તો એન્ટ્રી લેવલથી લઈને લક્ઝરી સેગમેન્ટ સુધીમાં એક પછી એક ઈલેક્ટ્રિક કાર ઈન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ રહી છે. હવે આ કડીમાં Porscheની એક લક્ઝરી કારનું નામ પણ જોડાઈ ગયુ છે, જે માત્ર ફાસ્ટ જ નથી પરંતુ તે સિંગલ ચાર્જમાં 480 કિમી સુધી ચાલી પણ શકે છે. તેની કિંમત અને તેના ફીચર્સ વિશે અહીં માહિતી આપવામાં આવી છે. Porscheએ પોતાની ફુલ ઓટોમેટિક કાર Porsche Taycanને ઈન્ડિયન માર્કેટમાં ઉતારી દીધી છે. તેનો લુક Porscheની ઓળખને અનુરૂપ સ્પોર્ટી છે. તેમજ તેની ડિઝાઈન ખૂબ જ એયરોડાયનામિક છે, જે તેને ટોપ સ્પીડ આપે છે.

Porsche Taycanને જો સૌથી ફાસ્ટ પિકઅપવાળી ઈલેક્ટ્રિક કારમાંથી એક માનવામાં આવે તો તેમા કંઈ ખોટુ નથી. તેની એયરોડાનામિક ડિઝાઈન તેને 3 સેકન્ડ કરતા પણ ઓછાં એટલે કે માત્ર 2.8 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં મદદ કરે છે. Porsche Taycanમાં કંપનીએ 79.2 kWhનો સિંગલ-ડેક બેટરી પાવર પેક આપ્યો છે. તે Porsche Taycanમાં સ્ટાન્ડર્ડ રીતે આવે છે. તેમજ તેમા 93.4 kWhનો ડબલ-ડેક બેટરી પેક ઓપ્શન પણ ઉપલબ્ધ છે.

Porsche Taycanની બેટરી 408bhpથી લઈને 760bhp સુધીનો પાવર જનરેટ કરે છે. તેનું પરફોર્મન્સ બેટરી પેકને સિંગલ ચાર્જ કર્યા બાદ અધિકતમ 484 કિમીના અંતર સુધી જઈ શકે છે.

Porsche Taycanમાં ચાર્જિંગને લઈને અનોખા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમા કારની જમણી અને ડાબી એમ બંને તરફ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં આવ્યા છે. એટલે કે ચાર્જિંગ સ્ટેશન પર ગ્રાહક પોતાની સુવિધા અનુસાર ગાડી ઊભી રાખી શકે છે. ડાબી તરફવાળા ચાર્જિંગ પોઈન્ટમાં AC અને DC બંને ચાર્જિંગના ઓપ્શન છે.

Porsche Taycanનું કેબિન ખૂબ જ પ્રીમિયમ છે. તેના ડેશબોર્ડથી લઈને સીટ અને દરવાજા પર પણ પ્રીમિયમ ક્વોલિટીનું ઈન્ટીરિયર કરવામાં આવ્યું છે. તેમજ 10.9 ઈંચની ઈન્ફોટેન્મેન્ટ સ્ક્રીન છે, જેના પર કારના લગભગ તમામ કંટ્રોલ આપવામાં આવ્યા છે. કેબિનની અંદરની હવાની શુદ્ધતા અને તાપમાનને નિયંત્રિત રાખવાનો પણ પ્રબંધ કરવામાં આવ્યો છે. Porsche Taycanમાં એન્જિન નથી, આથી તેમા બે મોટા સૂટકેસ આવી જાય એટલું મોટું સ્ટોરેજ છે.

Porsche Taycanને ઈન્ડિયન માર્કેટમાં 1.50 કરોડ રૂપિયાની રેન્જમાં લોન્ચ કરવામાં આવી છે. માર્કેટમાં તેની ટક્કર Audi, Jaguar અને BMWની ઈલેક્ટ્રિક કારો સાથે થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp