આપણા સૌર મંડળમાં આ ગ્રહ પર મળ્યા જીવનના સંકેત

PC: aajtak.in

ધરતીની નજીક અને આપણાં સૌર મંડળમાં એક એવો ગ્રહ છે, જ્યાં જીવનના સંકેત નજરે પડી રહ્યા છે. એ પણ એ ગ્રહના વાદળોમાં. હેરાન કરનારી વાત એ છે કે, આ ગ્રહને તમે પોતાની નરી આંખોથી રાતે જોઈ શકો છો. એટલું જ નહીં આ ગ્રહ પર 37 સક્રિય જ્વાળામુખી પણ છે, જે દિવસ-રાત ફાટી રહ્યા છે. એવામાં એ ગ્રહના વાદળમાં જીવનના અંશ શોધવા એ એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવી રહી છે. જે ગ્રહના વાદળોમાં જીવનના અંશ મળ્યા છે, એ ગ્રહનું નામ છે શુક્ર (Venus). આ ગ્રહના ઘટ્ટ વાદળોમાં વૈજ્ઞાનિકોને જીવનના અંશ નજરે પડ્યા છે. વૈજ્ઞાનિકોએ આ વાદળોમાં એક એવો ગેસને શોધ્યો છે જે ધરતીની ઉત્પત્તિ સાથે સંબંધિત છે. આ ગેસનું નામ છે ફોસ્ફિન. જોકે શુક્ર ગ્રહના વાતાવરણમાં કોઈ જીવન હોવું લગભગ અસંભવ છે. એવામાં ફોસ્ફિન ગેસ મળવો એ એક ચોંકાવનારી ઘટના છે.

મેસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલૉજી (MIT)ની એસ્ટ્રોબાયોલોજિસ્ટ એટલે કે અંતરિક્ષ જીવ વૈજ્ઞાનિક સારા સિગરે જણાવ્યું હતું કે, અમારી આ શોધનો રિપોર્ટ નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયો છે. અમે તેમાં લખ્યું છે કે, શુક્ર ગ્રહના વાતાવરણમાં ધરતીથી અલગ પ્રકારના જીવનની સંભાવના છે. સારા સિગરે જણાવ્યું કે, અમે દાવો નથી કરતાં કે આ ગ્રહ પર જીવન છે, પરંતુ જીવનની સંભાવના હોય શકે છે કેમકે, ત્યાં એક ખાસ ગેસ મળ્યો છે, જે જીવોના કારણે ઉત્સર્જિત થાય છે. તમને જણાવી દઈએ કે, ફોસ્ફિન ગેસના કણ પિરામિડ આકારના હોય છે. તેમાં ફોસ્ફરસનો એકમાત્ર કણ ઉપર અને નીચે ત્રણ હાઈડ્રોજનના કણ હોય છે, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, પથ્થરવાળા ગ્રહ પર આ ગેસનું નિર્માણ થયું. કેમકે, ફોસ્ફરસ અને હાઈડ્રોજનના કણો જોડાવા માટે ઘણા મોટા પ્રમાણમાં દબાણ અને તાપમાન જોઈએ છે. વાદળોના આ ફોટા યુરોપિયન સાઉધર્ન લેબોરેટરી (ESO) અને અલમા ટેલિસ્કોપ (ALMA)માં લેવામાં આવ્યા છે. શુક્ર ગ્રહ પર 37 જ્વાળામુખી શક્રિય છે. એ હાલમાં જ ફાટ્યા હતા. તેમાંથી કેટલાક થોડા-થોડા અંતર પર પણ ફાટી રહ્યા છે. આ ગ્રહ ભૌગોલિકરૂપે ખૂબ જ અસ્થિર છે. આ ગ્રહ ઘણા સમય સુધી શાંત રહી શકતો નથી. તેમાં મોટાભાગે કોઈક ને કોઈક રીતની ગતિવિધિ થતી રહે છે. યુનિવર્સિટી ઓફ મેરિલેન્ડના વૈજ્ઞાનિકોએ આ સક્રિય જ્વાળામુખીઓની શોધ કરી હતી.

શુક્ર ગ્રહ પર હાલમાં જ જ્વાળામુખી વિસ્ફોટના કારણે સપાટી પર કોરોને કે કોરોના જેવા ઢાંચા બની ગયા છે. કોરોના જેવા ઢાંચાનો મતલબ થાય છે, ગોળ ઘેરાવ જે ખૂબ જ ઊંડા અને મોટા છે. આ ઘેરાવાની ઊંડાઈ શુક્ર ગ્રહના ખૂબ જ અંદર સુધી છે. હાલમાં જ આ ઘેરાવોમાંથી જ જ્વાળામુખીય લાવા વહીને ઉપર આવ્યો હતો. અત્યારે તેમાંથી ગરમ ગેસ નીકળી રહ્યો છે. અત્યાર સુધી માનવામાં આવી રહ્યું હતું કે, શુક્ર ગ્રહના ટેક્ટોનિક પ્લેટ્સ શાંત છે, પરંતુ એવું નથી. ત્યાં પણ જ્વાળામુખીય વિસ્ફોટના કારણે ભૂકંપ આવી રહ્યા છે. ટેક્ટોનિક પ્લેટ્સ ધ્રુજી રહી છે. પહેલા એમ માનવામાં આવી રહ્યું હતું કે, શુક્ર ગ્રહ કોરોનાથી જ જ્વાળામુખી વિસ્ફોટ થતાં આવ્યા છે, પરંતુ હવે એવું નથી. વર્ષ 1990થી લઈને અત્યાર સુધી 133 કોરોનાની તપાસ કરવામાં આવી છે. તેમાંથી 37 કોરોના અત્યારે પણ સક્રિય છે. આ કોરોના ખાડાઓમાં 20-30 લાખ વર્ષથી જ્વાળામુખી વિસ્ફોટ થઈ રહ્યા છે. જ્વાળામુખી લાવા વહેવા માટે કોઈ પણ ગ્રહમાં કોરોનાના ખાડા જરૂરી હોય છે. એ 37 જ્વાળામુખી મોટાભાગે શુક્ર ગ્રહના દક્ષિણી ગોળાર્ધ પર સ્થિત છે. તેમાં સૌથી મોટો કોરોના જેને અર્ટેમિસ કહીએ છીએ, તે 2100 કિલોમીટર વ્યાસનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp