PUBG અને Zoom એપ કેમ નથી થયા બેન, જાણો આખરે શું છે કારણ

PC: news18.com

ભારત સરકાર તરફથી TikTok સહિત 59 ફેમસ ચાઈનીઝ એપ્સને બેન કરી દેવામાં આવી અને બેન માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ હોવાનું કારણ આપવામાં આવ્યું છે. આ 59 બેન કરાયેલી ચાઈનીઝ એપ્સમાં TikTok ઉપરાંત UC Browser, Helo, Bigo Live, Vigo Video, ShareIT, Xender, 360 Security જેવી ફેમસ એપ્સ સામેલ છે. જોકે, ચાઈનીઝ એપ પર બેનની વચ્ચે Twitter પર PUBG અને Zoom એપ પણ ટ્રેન્ડ થવા માંડ્યા. Twitter પર લોકો સવાલ પૂછવા માંડ્યા કે, આખરે આટલી બધી ચાઈનીઝ એપની વચ્ચે PUBG અને Zoom એપને શા માટે બેન કરવામાં ના આવી. એવામાં અમે જણાવી રહ્યા છીએ કે, આખરે શા માટે PUBG અને Zoom વીડિયો કોન્ફ્રેન્સિંગ એપને બેન કરવામાં નથી આવી, જેનો થોડાં સમય પહેલા ભારત સરકારે પોતે ઉપયોગ ન કરવાની સલાહ આપી હતી.

PUBG ગેમની વાત કરીએ તો તે ચીન નહીં, પરંતુ સાઉથ કોરિયાન ઓનલાઈન વીડિયો ગેમ છે. તેને બ્લૂવ્હેલની સહાયક કંપની બેટલગ્રાઉન્ડે બનાવી છે. આ ગેમને શરૂઆતમાં Brendanએ બનાવી હતી, જે 2000ના વર્ષમાં રીલિઝ થયેલી જાપાની ફિલ્મ ‘Battle Royal’થી પ્રભાવિત હતી. PUBG ગેમમાં ચીનના કનેક્શનની વાત કરીએ તો ચીન સરકારે શરૂઆતમાં PUBG ગેમને ચીનમાં પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ બાદમાં ચીનના સૌથી મોટા વીડિયો ગેમ પબ્લિશર Tencentની મદદથી તેને ચીનમાં રજૂ કરવામાં આવી. તેના બદલે PUBGમાં ચીની Tencent કંપનીને ભાગીદારી આપવી પડી. ત્યારબાદ જ PUBGને ચીન સરકાર તરફથી ચીનમાં રજૂ કરવાની પરવાનગી મળી. તેને ચીનમાં Game of Peaceના નામથી રજૂ કરવામાં આવી. આ ગેમને સાઉથ કોરિયામાં Kakao Games તરફથી માર્કેટેડ અને ડિસ્ટ્રીબ્યૂટ કરવામાં આવે છે.

Zoom વીડિયો કોલિંગ એપની વાત કરીએ તો, આ કમ્યૂનિકેશન એપ એક અમેરિકી કંપનીની છે. તેનું હેડર્વાર્ટર કેલિફોર્નિયાના San Joseમાં છે. કંપનની મોટી વર્કફોર્સ ચીનમાં કામ કરે છે, જેના પર થોડાં દિવસો પહેલા સર્વેલાન્સ અને સેન્સરશિપને લઈને સવાલ ઊભા કરવામાં આવ્યા હતા. લોકડાઉન દરમિયાન Zoom વીડિયો કોન્ફ્રેન્સિંગ એપ ખૂબ જ પ્રખ્યાત થઈ. દરમિયાન ડેટા સિક્યોરિટીને લઈને તેના પર ઘણા સવાલો ઉઠ્યા હતા. જોકે, હવે કંપની તેમા સુધારાનો દાવો કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp