આખી દુનિયામાં વરસાદનું પાણી ક્યાંય પીવાલાયક નથી રહ્યું, નવી સ્ટડીમાં ખુલાસો

PC: wallpapercave.com

વરસાદ આવતા જ દેશમાં લોકો તેનું સ્વાગત વરસાદમાં ભીંજાઈને કરે છે. તેનું પાણી મોઢામાં જતા જ જાણે ગરમીથી છૂટકારો મળી જાય છે. પરંતુ, આ રાહતમાં ભળેલું ઝેર આપણને દેખાતું નથી. તે ધીમે-ધીમે તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. એક નવી સ્ટડી અનુસાર, સમગ્ર દુનિયામાં ક્યાંય પણ વરસાદનું પાણી શુદ્ધ નથી બચ્યું. આપણા દ્વારા કાઢવામાં આવેલા ઝેરીલા રસાયણોએ વરસાદના પાણીને પણ અશુદ્ધ કરી દીધુ છે. તેમા નવા રસાયણ ભળી રહ્યા છે. જેને ફોરેવર કેમિકલ્સ કહેવામાં આવે છે. સામાન્યરીતે આ રસાયણોનો મોટો હિસ્સો માણસો દ્વારા બનાવવામાં આવેલા કેમિકલ્સમાં નથી આવતો. પરંતુ, તે વરસાદમાં મિક્સ થઈ રહ્યું છે.

પહેલા માનવામાં આવતું હતું કે, વરસાદનું પાણી સૌથી શુદ્ધ હોય છે. પરંતુ, હવે તે નથી. કારણ કે, આપણે વાયુ, ધરતી, પાણી દરેક જગ્યાએ ગંદકી ફેલાવી દીધી છે. પ્રદૂષણ ફેલાવી રહ્યા છીએ. Per and poly fluoroalkyl substance- PFAS રસાયણ આ પાણીમાં મળેલું હોય છે. તેને જ સાયન્ટિસ્ટ ફોરેવર કેમિકલ્સ કહે છે. યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમના વૈજ્ઞાનિકોએ દુનિયાની મોટાભાગની જગ્યાએ પડતા વરસાદને અસુરક્ષિત ગણાવ્યો છે. ત્યાં સુધી કે એન્ટાર્કટિકામાં પણ વરસાદનું પાણી શુદ્ધ નથી રહ્યું. ફોરેવર કેમિકલ્સ પર્યાવરણમાં તૂટતું નથી. તે નોન-સ્ટિક હોય છે. તેમા સ્ટ્રેન એટલે કે ગંદકી દૂર કરવાની કાબેલિયત હોય છે. તેનો ઉપયોગ ઘરના પેકેજિંગ, ઈલેક્ટ્રોનિક્સ, કોસ્મેટિક્સ અને કિચનના વાસણોમાં થાય છે.

ફોરેવર કેમિકલ્સને લઈને સમગ્ર દુનિયામાં ખાસ પ્રકારની ગાઈડલાઇન્સ છે. પરંતુ, તેનું સ્તર ધીમે-ધીમે નીચે જઈ રહ્યું છે. છેલ્લાં બે દાયકામાં ફોરેવર કેમિકલ્સના ઝેરીપણાને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર નથી કરવામાં આવી. તેમા કોઈપણ પ્રકારનો નવો કે સકારાત્મક બદલાવ કરવામાં નથી આવ્યો. યુનિવર્સિટી ઓફ સ્ટોકહોમમાં ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરન્મેન્ટલ સાયન્સના પ્રોફેસર અને આ સ્ટડીના પ્રમુખ શોધકર્તા ઈયાન કઝિન્સે જણાવ્યું કે, PFASની ગાઈડલાઈન્સમાં સતત ઘટાડો આવી રહ્યો છે. તેમજ, દુનિયાભરમાં આ રસાયણોની માત્રા વધતી જઈ રહી છે.

ઈયાને જણાવ્યું કે, આ રસાયણોમાં કેન્સર પેદા કરનારા પરફ્લોરોઓક્ટેનોઈક એસિક પણ હોય છે. અમેરિકામાં આ રસાયણોને લઈને જે ગાઈડલાઈન્સનું જે સ્તર હતું તેમા 3.75 કરોડ ગણો ઘટાડો આવ્યો છે. અમેરિકાએ હવે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. જેમા કહેવામાં આવ્યું છે કે, વરસાદનું પાણી પણ પીવા માટે સુરક્ષિત નથી. દુનિયામાં ક્યાંય પણ વરસાદનું પાણી સુરક્ષિત નથી. દુનિયામાં ઘણી જગ્યાઓ પર વરસાદના પાણીને પીવા યોગ્ય માનવામાં આવે છે. તેનું સ્ટોરેજ કરીને તેને પીવામાં આવે છે. ઘણા દેશોમાં તો ભારે સ્ટોરેજ કર્યા બાદ મહિનાઓ સુધી લોકો વરસાદનું પાણી પીએ છે. પરંતુ, હવે આ પાણી પણ સુરક્ષિત નથી બચ્યું.

ફોરેવર કેમિકલ્સથી શરીરને થતા નુકસાન

આ રસાયણની જો શરીરમાં માત્રા વધી જાય તો તેને કારણે પ્રજનન ક્ષમતા ઓછી થઈ જાય છે. કેન્સરનું જોખમ રહે છે. આ ઉપરાંત, બાળકોનો વિકાસ યોગ્યરીતે નથી થતો. જોકે, કેટલાક લોકોનું એવુ કહેવુ છે કે, તેને લઈને કોઈ પુરતા પુરાવા નથી. જ્યૂરિખ સ્થિત ફૂડ પેકેજિંગ ફાઉન્ડેશનની મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. જેન મન્કે કહ્યું કે એ તો સંભવ નથી કે કરોડો લોકોના પીવાના પાણીને પ્રદૂષિત કરીને કોઈ નફો કમાય. આપણે પણ સ્વાસ્થ્ય સંબંધી પ્રોબ્લેમ્સ પર નજર રાખવી પડે છે. પરંતુ, હવે મોટા પાયા પર PFASનું ઉત્સર્જન થઈ રહ્યું છે, જે ખતરનાક છે.

જેકે કહ્યું કે, પીવાના પાણીમાં PFASની માત્રા ખૂબ જ ઝડપથી વધી રહી છે. આ રસાયણ હવામાં પણ મિક્સ રહે છે. એવામાં વરસાદનું પાણી પણ તેનાથી પ્રદૂષિત થઈ જાય છે. જ્યાં સુધી વર્તમાન વૈજ્ઞાનિક સમજની વાત છે તો આ રસાયણનો ઉપયોગ કરનારી તમામ ઈન્ડસ્ટ્રીઝે તેનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. આ રસાયણોનું ઉત્પાદન ઓછું કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp