48MP કેમેરાવાળો Redmi Note 7 ફક્ત 10,000!, જાણો તેના ફીચર્સ

PC: gadgets360cdn.com

48MP પ્લસ 5MP રિયર કેમેરા વાળો સ્માર્ટફોન ફક્ત 10,000 રૂપિયાનો. અમે Redmi Note 7ની વાત કરીએ છીએ, જેને xiaomiએ ચીનમાં લોન્ચ કર્યો છે. હાલમાં તે ભારતમાં લોન્ચ થયો નથી અને ભારતીય કિંમત વિષે કોઈ જાણકારી પણ નથી. પરંતુ ચીનમાં Redmi Note 7ની શરૂઆતી કિંમત 999 યુઆન છે. આને ભારતીય રૂપિયામાં બદલવામાં આવે તો લગભગ 10,000 રૂપિયા થાય છે. જો આ ભારતમાં લોન્ચ થાય તો આ ફોનની કિંમત 10,000ની આસપાસ જ રહેશે તેવી આશા છે.

Redmi સબ બ્રાંડ અંતર્ગત પ્રથમ સ્માર્ટફોન થશે Redmi Note 7. તમને જણાવી દઈએ કે કંપનીએ આજે જ Redmi સિરીઝને સબ બ્રાંડના રીતે લોન્ચ કર્યો છે અને આ ફોન આ બ્રાંડ અંતર્ગત લોન્ચ કરવામાં આવતો પ્રથમ સ્માર્ટફોન છે.

Redmi Note 7ના specification નીચે પ્રમાણે છે...

  • Redmi Note 7માં ક્વાલકૉમ સ્નેપડ્રેગન 660 પ્રોસેસર આપવામાં આવ્યું છે અને તેમાં 6GB રેમ છે.
  • Redmi Note 7માં USB Type Cની કનેક્ટિવિટી મળે છે અને કંપનીએ તેમાં 3.5mm હેડફોન જેક રાખ્યું હોય તેવું જાણવા મળ્યું છે.
  • Redmi Note 7માં ઇન્ટરનલ મેમોરી 64GBની છે અને માઇક્રો SD કાર્ડની મદદથી વધારી શકાય છે.
  • Redmi Note 7માં કેમેરાની વાત કરીએ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજેંસ બેસ્ટ 48MP અને 5MP ડ્યુઅલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.
  • Redmi Note 7માં કંપની દાવો કે છે કે ઓછા પ્રકાશમાં પણ સારો ફોટોગ્રાફી કરી શકશે.
  • Redmi Note 7માં પિક્સલ સાઇઝ 1.6 માઇક્રૉન્સ છે અને તેનો અપર્ચર f/1.8 આપવામાં આવ્યું છે.
  • Redmi Note 7માં સેલ્ફી માટે 13MPનો એક કેમેરો આપવામાં આવ્યો છે.
  • Redmi Note 7માં બેટરીની વાત કરીએ તો 4,000mAhની છે ક્વિક ચાર્જ 4નો સપોર્ટ આપવામાં આવ્યો છે જેના કારણે બેટરી જલ્દીથી ચાર્જ થશે.
  • Redmi Note 7માં 3GB RAM અને 32GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 999 યુઆન (લગભગ 10,000) રૂપિયા રાખવામાં આવી છે.
  • Redmi Note 7માં 4GB RAM અને 64GB ઈન્ટરનલ મેમરીવાળા વેરિયન્ટની કિંમત 1,188 યુઆન (લગભગ 12,000) રૂપિયા રાખવામાં આવી છે.
  • Redmi Note 7માં 6GB RAMની કિંમત 399 યુઆન રાખવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે Redmi Note 7 ભારતમાં ક્યારે લોન્ચ થવાનો છે તેની કોઈ સત્તાવાર જાણકારી મળી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp