Jio GigaFiberનું રજિસ્ટ્રેશન શરુ, કેવી રીતે થશે રજિસ્ટ્રેશન?

PC: twitter.com/flameoftruth

હાઈ સ્પીડ નેટ કનેકટીવીટીની વાંટ જોનારા માટે સારા સમાચાર લઈને જીયો બ્રોડબેન્ડ આવ્યું છે. ગીગાફાઈબર માટેના ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચુકયાં છે. ગીગાફાઈબરના માધ્યમી ગ્રાહકો બ્રોડબેન્ડ, આઈપીટીવી, લેનલાઈન અને વર્ચ્યુઅલ રિયાલીટી ગેમીંગનો લાભ ઉઠાવી શકશે.

જીયો ગીગાફાઈબર માટે છેલ્લા અમુક મહિનાથી ઘણા શહેરોમાં બીટા ટેસ્ટીંગ ચાલી રહ્યું હતું. પરંતુ જરૂરી નથી કે રજીસ્ટ્રેશન કરાવવાથી તમને બ્રોડબેન્ડ કનેકશન મળી જ જશે. કંપનીએ પહેલા જ સ્પષ્ટતા કરી હતી કે, જે વિસ્તાર કે શહેરોમાંથી સૌથી વધુ રજીસ્ટ્રેશન થશે તેને પ્રામિકતા આપવામાં આવશે. જીયો ૧,૧૦૦ શહેરોના ઘર, ઓફિસ, ઉદ્યોગોને ફાઈબર કનેકટીવીટી આપશે.

જીયો ગીગાફાઈબર બ્રોડબેન્ડ સર્વિસના રજીસ્ટ્રેશન માટે તમારે માય જીયો એપ અને જીયો ડોટ કોમ પર જવાનું રહેશે. રજીસ્ટ્રેશનનો કોઈ ચાર્જ રાખવામાં આવ્યો નથી. ગ્રાહકે રજીસ્ટ્રેશન કરાવતી વખતે પોતાનું નામ, એડ્રેસ, ઈમેઈલ, એકાઉન્ટ જેવી માહિતી આપવી પડશે. જો કે હજી જીયો પ્લાન્સ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ સૂત્રોથી જાણવા મળ્યું છે કે, શરૂઆતથી સમયમાં જીયો સીમની જેમ ટી.વી. કનેકશન પણ થોડા સમય સુધી મફત આપવામાં આવે અને ત્યારબાદ રૂ.૫૦૦ પ્રતિ માસનો શુલ્ક વસુલવામાં આવે.

જો કે આ બ્રોડબેન્ડ સર્વિસ અન્ય કંપનીઓની ઓફરની સરખામણીએ ૫૦ ટકા સસ્તી છે. આ ઉપરાંત જો ગ્રાહક બ્રોડબેન્ડ સર્વિસનો ઉપયોગ કરવા ઈચ્છે છે તો તેના માટે રૂ.૪,૫૦૦ વન ટાઈમ સિક્યોરીટી જમા કરાવવાની રહેશે. ટેસ્ટીંગ મુજબ યુઝરોને ૧૦૦ એમબીપીએસની સ્પીડ સાથે ૯૦ દિવસ માટે ૧૦૦ જીબી ડેટા મળશે.

જો યુઝર્સ જીયો ગીગાફાઈબર માટે સબ્સક્રાઈબ કરશે તો તેને રાઉટર અને જીયો ગીગાટીવી એકસેસ પણ મળશે. જીયો ગીગારાઈટરને ૧ જીબીપીએસની સ્પીડ સાથે-સાથે હાઈ ઈન્ટરનેટ કનેકટીવીટી પ્રોવાઈડર તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે. તેની અન્ય સર્વિસમાં સેટટોપ બોકસ છે, જેને જીયો ગીગાટીવી નામ આપવામાં આવ્યું છે. સેટટોપ બોકસ સાથે ૬૦૦થી વધુ ચેનલ, હજારો ફિલ્મો, લાખો ગીતોનો આનંદ માણી શકાશે. આ એક ફોર કે સ્ટ્રીમિંગ બોકસ છે જે રિમોટ કંટ્રોલ સાથે આવશે.

આ સેટટોપ બોકસથી વોઈસ કમાન્ડના માધ્યમથી કોઈપણ મનગમતા કોન્ટેન્ટને સર્ચ કરી શકાશે. રિલાયન્સ જીયો ગીગાફાઈબરની સાથે કંપની સ્માર્ટ હોમ માર્કેટમાં ઝંપલાવશે, રિલાયન્સ સ્માર્ટ કેમેરા, સ્માર્ટ બલ્બ, આઈઆર બ્લાસ્ટર્સ, સ્મોક ડિરેકટર્સ, ટીવી કેમેરા, વિડિયો ડોન્ગલ્સ જેવા ગેજેટસ પણ બનાવે તેવી શકયતાઓ છે.

જીયોનો દાવો છે કે આ તમામ કનેકટેડ એસેસરીઝને માય જીયો એપી કંટ્રોલ કરી શકાશે. રિલાયન્સ જીયો ગીગાફાઈબરની શરૂઆત દિવાળી પહેલા થઈ શકે છે.કંપની ટાયર ૧, ૨ના ૮૦ મેટ્રો શહેરોમાં ગીગાફાઈબર રોલઆઉટ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp