રેટ્રો લુક અને મોડર્ન સ્ટાઈલ સાથે રજૂ કરાઈ Royal Enfield SG650 કોનસેપ્ટ બાઈક

PC: twitter.com

Royal Enfieldએ EICMA 2021માં પોતાની નવી SG650 કોનસેપ્ટ બાઈક પરથી પડદો હટાવી લીધો છે. નવી કોનસેપ્ટ બાઈક બ્રાન્ડની 120મી વર્ષગાંઠ નિમીત્તની ઉજવણીના સમયે રજૂ કરવામાં આવી છે. જેમ કે આ કોનસેપ્ટ બાઈકથી ખબર પડે છે કે આ Royal Enfieldની એક નવી ક્રૂઝર બાઈકના પ્રિવ્યૂ જેવી દેખાય છે. કંપનીની આવનારી 650cc ક્રૂઝર બાઈક-Interceptor 650 અને Continantal GT 650માં સામેલ થઈ જશે. આગામી મહિનામાં જ તેને લોન્ચ કરવામાં આવશે.

 

SG650 કોનસેપ્ટમાં કંપનીના કલાસિક ડિઝાઈનને કેટલાંક ફ્યુચરીસ્ટીક ટચ સાથે જોઈ શકાય છે. પોતાના રેટ્રો આકર્ષક સ્ટાઈલની સાથે બાઈક જૂના સ્કૂલના એનાલોગ યુગ અને આધુનિક ડિજીટલ યુગને એકસાથે જોડે છે. આ કોનસેપ્ટ બાઈક Royal Enfieldની કસ્ટમ બાઈકની સમૃદ્ધ વિરાસતને જીવંત બનાવી દે છે. Royal Enfield SG650 કોનસેપ્ટને વિરાસતથી પ્રેરિત પોલિશ એલ્યુમીનિયમ ફ્રન્ટ લૂક આપવામાં આવ્યો છે. તેની ફ્યુઅલ ટેન્ક પર ડિજીટલ ગ્રાફિક્સ આપ્યા છે, જે એનાલોગથી ડિજીટલ યુગમાં સંક્રમણ તરફ ઈશારો કરે છે.

બાઈક કોનસેપ્ટના હેડલેમ્પમાં એક LED યુનિટ અને ઈન્ટીગ્રેટેડ LED ડે-ટાઈમ રનિંગ લાઈટ છે. એલ્યુમીનિયમ હેડલેમ્પ ક્લસ્ટરના બંને માથા પર સ્લીક LED ટર્ન ઈન્ડીકેટર્સ પણ જોવા મળી રહ્યા છે. આ ડ્યુઅલ પોડ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર સાથે આવે છે. પાછળની તરફ રેટ્રો-થિમવાળી સર્ક્યુલર ટેલલાઈટ છે. બાઈકમાં એક ચંકી ફ્યુઅલ ટેન્ક છે જે એક ઠોસ એલ્યુમીનિયમ બ્લોકથી બનાવવામાં આવેલી સીએનજી બિલેટ છે. ત્રિકોણીય આકારની પહોળી સીટ છે. ફ્લોટિંગ સીટને હાથથી સીવવામાં આવી છે અને બ્રાન્ડના ભૂતકાળને શ્રદ્ધાંજલિ આપતા કાળા ચામડાથી લપેટવામાં આવી છે.

ફ્રન્ટ મડગાર્ડમાં ક્રોમ ફિનિશીંગ છે જ્યારે રિયર મડગાર્ડમાં બ્લેક થીમ છે. આ સિવાય વ્હીલ રિમ્સ ઈન્ટીગ્રેટેડ એબીએસ, બીસ્પોક ડિઝાઈન કરવામાં આવેલા કોલિપર્સ અને ડ્યુઅલ ફ્રન્ટ બ્રેક ડિસ્કની સાથે આવે છે. બાઈકમાં ઘણા મસ્ક્યુલર ટાયર આપવામાં આવ્યા છે. બાઈકના કોનસેપ્ટમાં અપસાઈડ-ડાઉન ફ્રન્ટ ફોકર્સ, ઈન્ટીગ્રેટેડ એલ્યુમીનિયમ ટોપ યોક અને લો રાઈઝનિંગ એકસ્ટ્રા વાઈડર બાર્સ છે. સ્વિચ ક્યુબ્સ એલ્યુમીનિયમની છે. બાઈકના રિયરમાં ટ્વીન રિયર શોર ઓબ્ઝોર્વર મળે છે, જે એક ક્લાસિક ચેસિસ લૂપ પર લગાવેલા છે. બંને એક્ઝોસ્ટ ઓલ-બ્લેક કલરમાં રજૂ કરવામાં આવ્યું છે. Royal Enfield SG650 કોનસેપ્ટ બાઈકમાં પેરેલલ ટ્વીન 650cc એન્જિન આપવામાં આવ્યું છે. Interceptor 650 અને Continantal GT 650માં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એન્જિન 47 bHpનો પાવર અને 52 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp