આ છે દુનિયાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન, આ છે તેની ખાસિયતો

ફોલ્ડેડ સ્માર્ટફોનને લઈને ટેક ઈન્ડસ્ટ્રીમાં સતત સમાચારો આવી રહ્યા છે. હવે એક ચાઈનીઝ કંપની રોયલ કોર્પોરેશને દુનિયાનો પહેલો ફોલ્ડેબલ એટલે કે નોટબુક કે ડાયરીની જેમ ખુલતો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Samsung નહીં પરંતુ, Royoleએ પહેલો ફોલ્ડેબલ ફોન લોન્ચ કર્યો છે. આ ફોનનું નામ Flexpai રાખવામાં આવ્યું છે. કંપનીનું કહેવુ છે કે, તેમણે આશરે 200000 વાર ખોલ્યો અને બંધ કર્યો છે અને તે એકદમ પરફેક્ટલી કામ કરે છે. આ ફોનમાં નોટબુકની જેમ ચારો તરફ સ્ક્રીન આપવામાં આવી છે, અને તેને તમે નોટબુકની જેમ જ ખોલી અને બંધ કરી શકો છો. ઉલ્લેખનીય બાબત એ છે કે Samsungએ હાલમાં જ પોતાનો પહેલો ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કર્યો હતો. Samsung અને Huawei આવતા વર્ષે પોતાનો ફોલ્ડેબલ સ્માર્ટફોન વેચાણ માટે લાવશે તેવા સમાચાર જાણવા મળ્યા છે.

ડિવાઈસની ખાસિયત

ડિવાઈસમાં નેક્સ્ટ જનરેશન સ્નેપડ્રેગન 8150 આપવામાં આવ્યુ છે. ફોનમાં 6GB રેમ અને 128GBનું સ્ટોરેજ આપવામાં આવ્યુ છે. જેને માઈક્રોએસડી કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. આ ફોન 515GB સ્ટોરેજ સાથે પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, પરંતુ તે એવા લોકો માટે છે, જેમને વધુ સ્ટોરેજની જરૂરિયાત છે. કેમેરાની વાત કરીએ તો ફોનમાં 16 મેગાપિક્સલનો મેઈન સેન્સર અને 20 મેગાપિક્સલનો સેકેન્ડરી સેન્સર આપવામાં આવ્યો છે, જે ટેલીફોટો લેન્સની સાથે આવે છે. ફોલ્ડ કર્યા બાદ તેનો સેલ્ફી કેમેરાની જેમ ઉપયોગ કરી શકાય છે. ડિવાઈસમાં USB ટાઈપ-C પોર્ટની સુવિધા આપવામાં આ છે, પરંતુ ફોનમાં 3.5mmનો હેડફોન જેક આપવામાં આવ્યો નથી. ફોનની બેટરી 3800mAh છે.

વોલેટ જેવો દેખાતા Flexpai સ્માર્ટફોનને ચીની માર્કેટમાં 128GB વેરિયન્ટની કિંમત 1588 ડૉલર (આશરે 114000 રૂપિયા) અને 256GB વેરિયન્ટની કિંમત 1759 ડૉલર (આશરે 126200 રૂપિયા) રાખવામાં આવી છે. ચીનની બહાર અન્ય બજારોમાં ફોન એક ડેવલપર મોડલ તરીકે ઉપલબ્ધ કરાવવામાં આવષે. ફોનની ડિલીવરી ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવશે.

અનફોલ્ડ કરવામાં આવે ત્યારે Flexpaiમાં 7.8 ઈંચની સ્ક્રીન (1920*1440 પિક્સલ) હોય છે, જેને બંને તરફથી વાળી શકાય છે. સ્ક્રીનનો આસ્પેક્ટ રેશિયો 4:3 છે અને સ્ક્રીન ડેનસિટી 403 PPI છે. ફોનમાં ત્રણ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ત્રીજી ડિસ્પ્લે પર ઈનકમિંગ કોલ્સ, મેસેજ અને ઈમેલ આવવા પર ચેક કરી શકાય છે. કંપનીનુ કહેવુ છે કે, ફોનને ફોલ્ડ કરતા બીજી તરફથી કોલના જવાબ અને ફોટો પાડી શકાય છે. ફોનનુ વજન 320 ગ્રામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp